દક્ષિણ આફ્રિકા સામે આ ખેલાડી ડેબ્યૂ નક્કી, જાણો પ્રથમ T20 મેચમાં ભારતની પ્લેઈંગ 11

 

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 8 નવેમ્બરથી ચાર મેચની T20 મેચની શ્રેણી શરૂ થઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચ ડરબનમાં રમાશે. કપ્તાન બન્યા બાદ સૂર્યકુમાર યાદવે ભારતીય ટીમ માટે બે સિરીઝ જીતી છે. આ શ્રેણીમાં યશ દયાલ સહિત ત્રણ ભારતીયોને ટીમ ઈન્ડિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવન આ હોય શકે છે.

તિલક વર્માને તક મળી શકે છે

ગૌતમ ગંભીરના કોચ બન્યા બાદ અભિષેક શર્મા અને સંજુ સેમસનને ટી20 મેચમાં ઓપનિંગ કરી રહ્યા છે. સિનિયર ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા પ્રવાસે હોવાથી ફરી એકવાર T20 ટીમમાં સ્થાન મળ્યું છે. ત્રીજા નંબર પર સૂર્યકુમાર યાદવ જ્યારે ચોથા નંબરે તિલક વર્માને તક આપવામાં આવી શકે છે.જો કે વર્માને ઓક્ટોબર 2023 પછી ભારતીય ટીમમાં સ્થાન મળી શકે છે.

હાર્દિક પંડ્યાની ભુમિકા ખુબ જ મહત્વની

નીતિશ કુમાર રેડ્ડી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા હોવાથી તેને ટીમમાં સ્થાન મળ્યું નથી. આ ઉપરાંત હાર્દિક પંડ્યાની ભુમિકા ખુબ જ મહત્વની રહેશે. જ્યારે રમણદીપ સિંહનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ થવાની સંભાવના રહેલી છે. આ ઉપરાંત રિંકુ સિંહ ફિનિશરની ભૂમિકામાં જોવા મળશે. બોલિંગની વાત કરીએ તો અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તી સ્પિન બોલિંગની જવાબદારી સંભાળી શકે છે. આ ઉપરાંત ફાસ્ટ બોલિંગની જવાબદારી અર્શદીપ સિંહ અને અવેશ ખાનના ખભા પર આવી શકે છે.

ભારતની સંભવિત પ્લેઈંગ 11: સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, અવેશ ખાન

 

Scroll to Top