Surat: સચિન વિસ્તારમાં લૂંટ વીથ મર્ડરની ઘટના

Surat

Surat ના સચિન વિસ્તારમાં મોડી રાત્રે એક એવી ઘટના બને છે કે જેની ચર્ચા આજે ગુજરાતભરમાં થઈ રહી છે. આખી ઘટનાને લઈને સુરતમાં અનેક એવા વેપારીઓએ બંધ પાડ્યું છે. Surat માં લુટેરાઓએ જ્વેલર્સની દુકાનમાંથી લૂંટ કરી જ્યારે એ જ્વેલર્સના માલિક એમને પકડવા આ પાછળ દોડ્યા એમના પર ફાયરિંગ કરીને એમને મર્ડર કરી નાખ્યું. આ લૂંટ વિથ મર્ડરની આખી ઘટના કે જેની અંદર સૌથી મોટા સવાલો થઈ રહ્યા છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ક્યાંકને ક્યાંક કથડી ગઈ છે. કેમ આવા લોકોને કોઈનો ડર નથી.

આ પણ વાંચો – Gondal માં ફરી નવાજૂનીનાં એંધાણ! સરદાર જ્યંતી પર જિગીષા પટેલએ દિગ્ગજ નેતાઓને આપ્યું આમંત્રણ

Surat ના સચિન વિસ્તારમાં લૂંટ, ફાયરિંગ અને મર્ડરનો સનસની ખેજ એક બનાવ બન્યો. સોમવારે મોડી રાત્રે સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથ જ્વેલર્સની દુકાનમાં લૂંટના ઇરાદે લુંટારાઓ ઘુસ્યા. જ્વેલર્સ માલિકે પ્રતિકાર કરતા લુંટેરાઓએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું. આ ફાયરિંગમાં જ્વેલર્સ માલિક રાજપરા આશીષભાઈનું મોત નીપજ્યું હતું. ફાયરિંગનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા. આ લોકોએ ભાગતા લુંટેરામાંથી એકને પકડી પાડી અને માર માર્યો તેને ત્યાં બેસાડી દીધો હતો. હાલ આ લુંટેરાઓની હાલત ગંભીર છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

Scroll to Top