વલસાડના સાંસદ ધવલ પટેલે Chaitar Vasava ની સામે ગંભીર આરોપ લગાવ્યા છે. ડેડિયાપાડાની અંદર પંચની એક બેઠક હતી એ બેઠક દરમિયાન જે કઈ પણ આખી ઘટના બની એ ઘટના બાદ ચૈતર વસાવાની ધરપકડ થઈ અને ધરપકડ મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ એવું કહી રહ્યા છે કે આ ભારતીય જનતા પાર્ટીને વિસાવદર બેઠક જીત્યા બાદ આ તાનાશાહી છે.
જો કે આ વાતને વલસાડના સાંસદ Dhaval Patel એ વખોડી કાઢી છે અને તેમણે કહ્યું છે કે આખી આ ઘટનાની અંદર ATVT ની જે બેઠક મળી હતી. એ બેઠકની અંદર ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટીના એ પ્રમુખ કે જે મહિલા પ્રમુખ છે તેમને અભદ્ર ટિપ્પણી કરી હતી. ત્યારબાદ સંજય વસાવાએ તેમને સમજાવા ગયા અને તેમને સમજાવાની બદલે ચૈતર વસાવાએ સંજય વસાવા ઉપર ગુસ્સે થયા અને છૂટો ગ્લાસ માર્યો.
આ પણ વાંચો – Gopal Italia: ચૈતર વસાવાના સમર્થનમાં જૂનાગઢના વકીલો