PT Jadeja: ધરપકડ પર રાજુ કરપડા લાલઘૂમ

PT Jadeja

ગુજરાતમાં દિવસે ને દિવસે બનતી એવી ઘટનાઓ જ્યાં ન્યાય મળવાને બદલે પોલીસની કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલો થઈ રહ્યા છે. એક બાજુ ક્યાંક પોલીસની ભૂમિકા એ કોઈ પક્ષ બાજુ ઝુકતી હોય તેવું દેખાઈ રહ્યું છે. તો બીજી બાજુ નાની એવી બાબતમાં પણ પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી અને જેલ હવાલે કરે છે. આ બેવડી નીતિથી હવે ભારતીય જનતા પાર્ટીને સાથે પોલીસ પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. એક બાજુ પાટીદારો પણ હવે આંદોલન કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. બીજી બાજુ જે શાંત પડેલો મુદ્દો હતો ક્ષત્રિય સમાજનો એ PT Jadeja ની ધરપકડ બાદ ફરીથી હવે ક્યાંકને ક્યાંક ચર્ચામાં આવ્યો છે.

રાજકોટની આજુબાજુ વિસ્તારના ક્ષત્રિય સમાજના નેતાઓથી માંડી અને આગેવાનો હવે ખુલીને મેદાને આવી રહ્યા છે. અને કહી રહ્યા છે કે આ જે કામગીરી છે એ કામગીરી ક્યાંકને ક્યાંક કોકના ઈશારે થઈ રહી છે. આવું કહેતાની સાથે જ હવે Aam Aadmi Party ના નેતા કિસાન નેતા એવા Raju Karpada પણ મેદાને આવે છે. રાજુ કરપડાએ પીટી જાડેજા ઉપર થયેલી કાર્યવાહીને લઈ શું કહ્યું આવો તે પણ સાંભળીએ

 આ પણ વાંચો – Yuvrajsinh Jadeja: કેજરીવાલ અને માન આવશે ડેડિયાપાડા!

Scroll to Top