બે દિવસ પહેલા ડેડિયાપાડાની અંદર પંચની એક બેઠકની અંદર મામલો એટલો ગૂંચવાયો હતો કે ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર એવા આક્ષેપો લાગ્યા કે તેમને ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવા ઉપર કાચનો ગ્લાસનો છૂટો ઘા કર્યો હતો. જો કે આખી આ ઘટના બાદ ચૈતર વસાવાની ધરપકડ થઈ અને ધરપકડ બાદ મામલો એ હદ સુધી પહોંચ્યો કે ડેડિયાપાડાની અંદર 144 ની કલમ પણ લાગુ કરવામાં આવી. જો કે આખી આ ઘટનાની અંદર બીજા દિવસે એટલે કે રવિવારના દિવસે Gopal Italia એ રાજપીપળા પહોંચે છે. કોર્ટની અંદર હાજર થવા માટે એડવોકેટ તરીકે ગોપાલ ઇટાલિયાએ ત્યાં પહોંચે છે અને તેમને બે વખત રસ્તામાં રોકવામાં પણ આવે છે. જો કે આખી આ ઘટના બની ત્યારથી અત્યાર સુધી સોશિયલ મીડિયામાં એક ચર્ચાનો વિષય જાગ્યો હતો, કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ પોતે હવે વકીલાત કરી શકે છે.
આ પણ વાંચો – PT Jadeja: ધરપકડ બાદ રવિરાજસિંહ ગોહિલે સરકારને આપી ચીમકી