વાવમાં દલિત સમાજના સંમેલનમાં કોંગ્રેસનો હુંકાર, ગેનીબેને કર્યો મોટો ધડાકો

વાવની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી હોવાથી બંને રાજકીય પક્ષો મેદાને છે. ભાજપ કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે કોંગ્રેસે વાવમાં દલિત સમેલન બોલાવ્યું હતું.જેમાં કોંગ્રેસના દિગ્ગજનેતાઓ હાજાર રહ્યા હતા. પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલ,અમિત ચાવડા,સાંસદ ગેનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી તથા બનાસકાંઠાના સ્થાનિક નેતા હાજાર રહ્યા હતા. આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો હાજાર રહ્યા હતા. તમામ લોકો એક સુરમાં જય ભીમના નારા બોલાવ્યા હતા.

ગેનીબેનનો વાવમાં લલકાર

આ સંમેલનમાં ગેનીબેને કહ્યું કે, આ વાવની પેટાચૂંટણીથી સરકાર બદલવાની નથી પરતું 2027ની ચૂંટણીમાં કોંગ્રેસ સરકાર બને તેની વાવમાં શરૂઆત થવી જોઈએ. દિલ્લીમાં બેઠલા નેતાને ખબર પડે કે વાવમાં આજે પણ કોંગ્રેસનો લલકાર છે. આ ઉપરાંત તેમણે રાહુલ ગાંધીને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી દેશને વર્તમાન સમયમાં લોકોને આઝાદી અપાવવા માટે રસ્તા પર ઉતર્યા છે.

શક્તિસિંહ ગોહિલે ભાજપ પર કર્યા ધારદાર આક્ષેપ

જ્યારે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, જિગ્નેશ ભાઈ આગળ વધે તે લોકોને ગમતું નથી. આ ભાજપની સરકારમાં દલિતોનું આપમાન થાય છે. ભાજપના નેતા અને અધિકારી દલિત સમાજની સામે જોતા નથી અને અપમાન કરે છે. ત્યારે વાવ બેઠક પર દલિત સમાજે કોંગ્રેસને મત આપી ગુલાબસિંહને વિજય બનાવવાના છે.
ભાજપના લોકો દલિતનેતા જિગ્નેશ મેવાણીનું આપમાન કરે છે. હવે સમય આવી ગયો છે કે આવા લોકોને જવાબ આપવાનો.

દિયોદરના કોતરવાડા ગામે અલ્પેશ ઠાકોરની બેઠક

દિયોદરના કોતરવાડા ગામે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સભા બોલાવી હતી. આ સભામાં તેમણે ઠાકોર સમાજને એક તરફી મતદાન કરી સ્વરૂપજી ઠાકોરને જીતાડવા હંકલ કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપના નેતાએ શ્રી કૃષ્ણ ભગવાનની જેમ સારથી બની સ્વરૂપજી ઠાકોરને જીતાડવા કામ કરવાનું છે.

 

Scroll to Top