– દિયોદરના કોતરવાડા ગામે અલ્પેશ ઠાકોરની બેઠક
– વાવ વિધાનસભા પેટા ચૂંટણીને લઇ ઠાકોર સમાજના આગેવાનો સાથે બેઠક
– સ્વરૂપજી ઠાકોરને જીતાડવા અલ્પેશ ઠાકોરની હંકલ
વાવની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી હોવાથી બંને રાજકીય પક્ષો મેદાને છે. ભાજપ કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ પ્રચારમાં લાગી ગયા છે. ભાજબપ તરફથી અલ્પેશ ઠાકોર,ભુપેન્દ્ર પટેલ, હર્ષસંધવી જેવા મોટા મોટા નેતા પ્રચાર કરી રહ્યા છે. જ્યારે કોઁગ્રેસ તરફથી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષ નેતા અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર તથા બનાસકાંઠાના સ્થાનિક નેતા ગુલાબસિંહને જીતાડવા કામે લાગી ગયા છે.
દિયોદરના કોતરવાડા ગામે અલ્પેશ ઠાકોરની બેઠક
દિયોદરના કોતરવાડા ગામે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સભા બોલાવી હતી. આ સભામાં તેમણે ઠાકોર સમાજને એક તરફી મતદાન કરી સ્વરૂપજી ઠાકોરને જીતાડવા હંકલ કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપના નેતાએ શ્રી કૃષ્ણ ભગવાનની જેમ સારથી બની સ્વરૂપજી ઠાકોરને જીતાડવા કામ કરવાનું છે. કોઈપણને ખોટા ખ્યાલ આવતા હોય તો કાઠી નાખજો. વાવમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર જ જીતવાના છે. આ ઉપરાંત તેમણે ગેનીબેન ઠાકોર પર પણ આકરા પ્રહાર કરતા કહ્યું કે અમુક લોકોને આખો ઠાકોર સમાજ મારો છે તેવું લાગે છે.
સી.આર.પાટીલ ભાભરમાં પ્રચાર અને બેઠક કરશે.
મુખ્ય પ્રધાન, ગૃહ પ્રધાન અને ધારાસભ્યો બાદ હવે ભાજપ પ્રદેશ પ્રમુખ સભા સંબોધન કરશે. આ તરફ કોંગ્રેસ પાર્ટીની શક્તિસિંહ ગોહિલ પણ વાવમાં સંમેલનમાં જોડાશે. તો અમિત ચાવડા, ધારાસભ્યો સહિત યુથ કોંગ્રેસ મેદાનમાં છે. બીજી તરફ અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ પૂર જોશમાં પ્રચાર કરી રહ્યાં છે.