આજે આમ આદમી પાર્ટીમાં અંદરો અંદર જે કાંઈક રંધાઈ રહ્યું છે, તેની આજે ચર્ચા ઊંડાણથી કરવી છે. Visavadar વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના Gopal Italia એ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને બીજા અન્ય પક્ષોની સામે એક ભવ્ય જીત મેળવી. આ જીતથી ગુજરાતના રાજકારણમાં એક નવો ચહેરો જ નહીં પરંતુ એક નવા અધ્યાયની શરૂઆત પણ કરી છે. જીતવું અઘરૂં હતું, કામ ભારે હતું પરંતુ આ પરિણામથી પાર્ટીના કાર્યકર્તાઓમાં જોશ અને આત્મવિશ્વાસ વધ્યો છે. પણ શું આ જીત પાછળ ગોપાલ ઈટાલિયા અને પાર્ટીના પ્રમુખ Isudan Gadhvi વચ્ચે આંતરિક ટકરાવ ચાલી રહ્યો છે?
આ પણ વાંચો – MNREGA: પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા કર્યા અનેક ખુલાસા