સોમવારે Oman ના અખાતમાં એક ઓઇલ ટેન્કર MT Yi Cheng 6 માં આગ લાગી હતી. તેમાં ભારતીય મૂળના 14 ક્રૂ સભ્યો સવાર હતા. તેમણે ભારતીય નૌકાદળની મદદ માંગી હતી, ત્યારબાદ નૌકાદળનું સ્ટીલ્થ ફ્રિગેટ INS Tabar બચાવ માટે પહોંચ્યું હતું. 13 ભારતીય નૌકાદળના કર્મચારીઓ અને ઓઇલ ટેન્કરના 5 ક્રૂ સભ્યો હાલમાં આગ ઓલવવામાં રોકાયેલા છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
ભારતીય નૌકાદળે X પર બચાવ કામગીરીની તસવીરો પોસ્ટ કરીને ઘટનાની માહિતી આપી હતી. નૌકાદળે જણાવ્યું હતું કે જહાજ ભારતના કંડલાથી ઓમાનના શિનાસ જઈ રહ્યું હતું. તેના એન્જિન રૂમમાં ભીષણ આગ લાગી હતી અને વીજ પુરવઠો પણ બંધ થઈ ગયો હતો. INS તબારની અગ્નિશામક ટીમ અને સાધનોને જહાજની બોટ અને હેલિકોપ્ટર દ્વારા સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – Kolkata Gang Rape: CCTV ફૂટેજમાં દુષ્કર્મની પુષ્ટિ
ભારતીય નૌસેનાના પ્રવક્તાએ ટ્વિટ કરી આ અંગે આજે માહિતી આપી હતી. તેમણે ટ્વિટ કર્યું હતું કે, ઓમાનની ખાડીમાં તૈનાત ભારતીય નૌસેનાનું સ્ટિલ્થ ફ્રિગેટ INS Tabar ને 29 જૂનના રોજ પલાઉ-ફ્લેગ ધરાવતું MT Yi Cheng 6 માંથી એક એલર્ટ કૉલ આવ્યો હતો. આ જહાજમાં ભારતીય મૂળના 14 ક્રૂ સભ્યો ઉપસ્થિત હતાં. જહાજ કંડલા, ભારતથી શિનસ ઓમાન જઈ રહ્યું હતું. એન્જિન રૂમમાં ભીષણ આગ લાગતાં જહાજમાં સંપૂર્ણપણે બત્તી ગુલ થઈ હતી. અગ્નિશામક દળ અને ઉપકરણોએ નાની બૉટ અને હેલિકોપ્ટરની મદદથી આગ બૂઝાવવાનો પ્રયાસ કર્યો હતો. 13 ભારતીય નૌસૈના અને 5 ક્રૂ સભ્યોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમણે ઘણે અંશે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.