Congress: ખાલી ખુરશી માટે નેતાઓની દિલ્લીમાં દોડધામ

Congress

કડી અને વિસાવદરની ચૂંટણીમાં કારમી હાર બાદ શક્તિસિંહ ગોહિલે Congress પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામુ આપી દીધું હતું. હવે Gujarat Congress ની કમાન કોને સોંપવી તે મુદ્દે દિલ્લીમાં હાઈકમાન્ડે મંથન શરૂ કર્યુ છે. આગામી મહિનામાં ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થાય તેવી સંભાવના છે. ગુજરાત મૃતપ્રાય કોંગ્રેસને બેઠી કરવા હાઇકમાન્ડે ખુદ મોરચો સંભાળ્યો છે તેમ છતાંય એક સાંધે ત્યાં તેર તૂટે તેવી દશા થઈ છે. શહેર-જીલ્લા પ્રમુખોની નિમણૂંકોમાં આંતરિક ડખા જામ્યાં છે. નારાજગીનો દોર યથાવત રહ્યો છે. હજુ  તો માળખાની રચના બાકી છે ત્યારે ખુદ પ્રદેશ પ્રમુખે જ વિદાય લીધી છે.

આ પણ વાંચો – Lalji Desai: કોંગ્રેસના અધ્યક્ષ માટે આ નામની ચર્ચા તેજ!

ચૂંટણીઓમાં એક પછી એક હાર થતાં ગુજરાત કોંગ્રેસનો કાંટાળો તાજ જીતની જવાબદારી સાથે કોઇ પહેરવા જ તૈયાર નથી. પણ એક વાત ચોક્કસ સમજ્યા કે પદ માટે ઘણા નેતાઓ પ્રમુખ બનવા માંગે છે. આ સંજોગોમાં હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસ પ્રમુખની શોધખોળ શરૂ કરી છે. સંગઠનને વધુ મજબૂત કરી શકે, બધાને સાથે લઈને ચાલી શકે તેવા સર્વ સ્વીકાર્ય નેતા માટે પ્રભારી મુકુલ વાસનિકે ટેલિફોનિક સંપર્ક કરીને પ્રદેશ નેતાઓના અભિપ્રાય મેળવ્યાં છે.

 

 

Scroll to Top