Kolkata Gang Rape: CCTV ફૂટેજમાં દુષ્કર્મની પુષ્ટિ

Kolkata Gang Rape

Kolkata Gang Rape: કોલકાતાની કાયદાની વિદ્યાર્થિની પર થયેલા દુષ્કર્મના કેસમાં, CCTV ફૂટેજમાં દુષ્કર્મની પુષ્ટિ થઈ છે. Kolkata Gang Rape માં કોલેજના CCTV માં 25 જૂનના રોજ બપોરે 3:30 થી રાત્રે 10:50 વાગ્યા સુધીના લગભગ 7 કલાકના ફૂટેજ છે. એક તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે પીડિત વિદ્યાર્થીનીને બળજબરીથી ગાર્ડના રૂમમાં લઈ જવાની ઘટના CCTV માં કેદ થઈ છે. આ વિદ્યાર્થીનીની લેખિત ફરિયાદમાં કરાયેલા આરોપોની પુષ્ટિ કરે છે.

તે જ સમયે, જે ગાર્ડના રૂમમાં દુષ્કર્મ આચર્યું હતું, તેની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ચાર ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, આ કેસમાં શુક્રવારે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) માં સભ્યોની સંખ્યા આજે પાંચથી વધારીને નવ કરવામાં આવી છે. સહાયક પોલીસ કમિશનર પ્રદીપ કુમાર ઘોષાલ તેનું નેતૃત્વ કરી રહ્યા છે.

Kolkata Gang Rape

આ પણ વાંચો – Puri Rathyatra: ભાગદોડ મચી, 03 એ ગુમાવ્યા જીવ

આ ઘટના 25 જૂનના રોજ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર ગાર્ડ રૂમમાં બની હતી. મુખ્ય આરોપી મનોજીત મિશ્રા (31) છે. આ ઘટનામાં ઝૈબ અહેમદ (19) અને પ્રમિત મુખર્જી (20) પણ સામેલ છે. મનોજીત કોલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, જ્યારે જયબ અને પ્રમિત કોલેજના વિદ્યાર્થીઓ છે.

Scroll to Top