Ahmedabad: પશુધન સાથે એક થી બીજા સ્થળે સ્થળાંતર કરતા માલધારી પરિવારો માટે બાળકોને ભણાવવા એ બહુ અઘરું કામ છે. ત્યારે આ સમાજના સંતાનો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે Gujarat Kshatriya Thakor Sena અને OBC Ekta Manch એ વિશેષ ધ્યાન આપ્યું છે. અમદાવાદ જિલ્લાના બાવળા ગામમાં ગોપાલક કુમાર છાત્રાલયમાં માલધારી પરિવારોના બાળકોને ખાસ કાળજી લેવામાં આવી રહી છે.
સતત જીવન જીવવા માટે સંઘર્ષ કરતા અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા માલધારી સમાજના જરૂરિયાતમંદ બાળકોને પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશભાઈ ભરવાડના હસ્તે નિઃશુલ્ક કીટ આપવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે માલધારી સમાજના વિદ્યાર્થીઓ શૈક્ષણિક કારકિર્દી ઘડી સશક્ત સમાજ ઘડવામાં અને દેશની સેવામાં યોગદાન આપે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો – Weather Tracker: 11 જિલ્લામાં અપાયું ઓરેન્જ અને યલો એલર્ટ
પ્રાથમિક શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બાવળા પ્રાથમિક શાળામાં આયોજિત નિઃશુલ્ક શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમમાં આચાર્ય કલ્પેશભાઈ ભરવાડ ટ્રસ્ટી હરિભાઈ ભરવાડ અને હેબતપુરના આગેવાન ઘેલાભાઈ ભરવાડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.