ભરૂચ જિલ્લાના 56 ગામોમાં રૂપિયા 7.30 કરોડના મનરેગા કૌભાંડમાં ગુરૂવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપ પ્રમુખ Hira Jotva બાદ ભરૂચ LCB તેમના પુત્ર દિગ્વિજયની ધરપકડ કરી છે. તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં Digvijay સુપાસી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચૂંટાયા હતા. ભરૂચ પોલીસે કોંગ્રેસ નેતા Hira Jotva ની ગીર સોમનાથથી ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછ કરી હતી.
ભરૂચ ખાતે મદદનીશ પ્રાયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રતિક ઉદેસિંહ ચૌધરીએ MNREGA Scam માં આમોદ, જંબુસર, હાંસોટમાં કરોડોનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં જલારામ એન્ટરપ્રાઈઝ એજન્સી(પિયુષભાઇ નુકાણી) , મુરલીધર એન્ટરપ્રાઈઝ (જોધાભાઇ સભાડ) અને કરાર આધારિત આઉટસોર્સ કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ આ મામલે AAP ધારાસભ્ય Chaitar Vasava એ કોંગ્રેસનાં નેતા હીરા જોટવા પર આદિવાસી વિસ્તારમાંથી ‘મનરેગા કૌભાંડ’ હેઠળ 400 કરોડ રૂપિયા ખંખેર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.