ગુજરાતમાં વર્ષ 1998 થી ભાજપનું એકધારૂ શાસન છે. વર્ષ 2007 માં ભાજપ સામે એન્ટી ઈન્કમ્બન્સીને તોડવામાં સત્તાવિરોધી મતોના વિભાજનની ભૂમિકા અભૂતપૂર્વ રહી છે. પરંતુ, જે રીતે Kadi અને Visavadar પેટાચૂંટણીમાં ‘જીતે છે તેવા જ ઉમેદવારને મત’ આપવાનું વલણ જોવા મળ્યું છે. તેના આધારે મતદારો હવે મત વિભાજનની થિયરીને સારી પેઠે સમજી ગયાનું ચિત્ર ઉપસ્યું છે. જે આવનારા સમયમાં BJP માટે સૌથી મોટો પડકાર સર્જે તો નવાઈ નહીં.
આ પણ વાંચો – Jayesh Radadiya: વિસાવદરમાં હાર બાદ પણ કેબિનેટ મંત્રી બનાવવા પડશે?
ગુજરાતમાં કોઈ પણ ચૂંટણી હોય તેમાં સત્તાવિરોધી મતોનું પ્રમાણ કુલ મતદાનના 32 થી 37 ટકા વચ્ચે જ રહ્યું છે. જ્યારે ભાજપને મળતા મતોનું પ્રમાણ વિધાનસભા- 2027 પૂર્વે ‘26મા સ્થાનિક સ્વરાજ્યમાં લિટમસ ટેસ્ટ વર્ષ 2021મા સુરત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં AAP ના થર્ડ ફેક્ટરને કારણે વિપક્ષમાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને નગણ્ય રહ્યું હતું. વર્ષ 2026 ના આરંભે નવરચિત કુલ 15 મ્યુનિસિપલ કોર્પોરેશન, 77 થી વધુ નગરપાલિકા, 33 જિલ્લા અને 175 થી વધુ તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાશે. જે વિધાનસભા 2027 પૂર્વે લિટમસ ટેસ્ટ બની રહેશે. જ્યાં માઈક્રો લેવલે મત વિભાજન અટક્યું તો વિધાનસભા 2027 ની ચૂંટણી પડકાર બની રહેશે તેવી આગાહી ભાજપના જ રણનીતિકારોમાંથી થઈ રહી છે. 40 થી 47 ટકા આસપાસ રહ્યું છે.