આજે વહેલી સવારે જ ગુજરાતની 4000 કરતાં પણ વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીની અંદર પરિણામો આજે જાહેર થયા છે. તેની વચ્ચે સૌથી મોટા સમાચાર ગુજરાતના રાજકારણ આવી રહ્યા છે. Ribda ગ્રામ પંચાયતની અંદર એક સભ્યની ચૂંટણી હતી. અને રીબડામાં જાડેજા પરિવારનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે. Ribda ની અંદર અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર Satyajeetsinh જાડેજાની જીત થઈ ચૂકી છે. સત્યજીતસિંહ જાડેજાના 74 મતથી રીબડા ગ્રામ પંચાયતની અંદર તેમની જીત થઈ છે.
આ પણ વાંચો – Axiom 4 Mission: શુભાંશુ શુક્લા ISSની સફર પર
રીબડાની અંદર ચૂંટણીમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર એવા સત્યજીત જાડેજાની એવા રક્ષિત ખૂંટ નામના વ્યક્તિ સામે જીત થાય છે. એટલે કે ખૂંટ પરિવાર v/s જાડેજા પરિવારની અહીંયાં લડાઈ થઈ. આ લડાઈમાં પણ જાડેજા પરિવારનો દબદબો ફરી વખત રીબડાની અંદર યથાવત રહ્યો છે. આ ચૂંટણીનું પરિણામ અત્યારે સૌરાષ્ટ્રમાં ફરીથી એક એવું સાબિત થઈ શકે છે, કે રીબડામાં ગમે તેટલા વિવાદો હોય ગમે તેવા આક્ષેપો થાય. પણ આ જાડેજા પરિવારનો દબદબો યથાવત છે.