Neeraj Chopra: ગોલ્ડન સ્પાઇક મીટમાં જીત્યો ખિતાબ

ભારતના સ્ટાર ભાલા ફેંકનાર Neeraj Chopra એ મંગળવારે ગોલ્ડન સ્પાઇક મીટમાં ખિતાબ જીત્યો. નવ ખેલાડીઓમાં નીરજનો સૌથી વધુ 85.29 મીટરનો થ્રો હતો. પેરિસ ડાયમંડ લીગ જીત્યાના ચાર દિવસ પછી આંતરરાષ્ટ્રીય સ્તરે આ નીરજનો બીજો વિજય હતો. આ મીટમાં, દક્ષિણ આફ્રિકાના ડૌવ સ્મિટ 84.12 મીટર સાથે બીજા સ્થાને રહ્યા અને બે વખતના વિશ્વ ચેમ્પિયન ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ 83.63 મીટર સાથે ત્રીજા સ્થાને રહ્યા. મીટના બીજા રાઉન્ડના અંતે ચોપરા ત્રીજા સ્થાને હતા, પરંતુ ત્રીજા રાઉન્ડમાં તેઓ85.29 મીટરના થ્રો સાથે ટોચ પર પહોંચ્યા. તેમણે આગામી બે પ્રયાસોમાં 82.17 મીટર અને 81.01 મીટરનો થ્રો ફેંક્યો અને છેલ્લા પ્રયાસમાં ફાઉલ કર્યો.

Neeraj Chopra

ભારતના ગોલ્ડન બોય તરીકે ઓળખાતા Neeraj Chopra એ ફરી એકવાર પોતાની કુશળતા સાબિત કરી છે. તેણે યુરોપના ચેક રિપબ્લિક દેશના ઓસ્ટ્રાવા શહેરમાં આયોજિત ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઈક 2025 સ્પર્ધામાં 85.29 મીટરનો જૈવેલિન થ્રો કરીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. આ સ્પર્ધા વર્લ્ડ એથ્લેટિક્સ સબકોન્ટિનેન્ટલ ટૂરની ગોલ્ડ લેવલ ટૂર્નામેન્ટ હતી. નીરજ માટે ખાસ વાત એ રહી કે, તેણે આ સ્પર્ધામાં પહેલીવાર ભાગ લીધો હતો અને સીધો ખિતાબ જીતી લીધો.

આ પણ વાંચો – Neeraj Chopra: પેરિસ ડાયમંડ લીગમાં ચમક્યો દેશનો હીરો

આ વર્ષે નીરજ માટે અત્યાર સુધીનો સમય શાનદાર રહ્યો છે. દોહામાં યોજાયેલી ડાયમંડ લીગ સ્પર્ધામાં તેમણે પ્રથમ વખત 90 મીટરનો આંક પાર કર્યો હતો અને 90.23 મીટરનો થ્રો કર્યો હતો. આ પહેલા તેનો શ્રેષ્ઠ થ્રો 89.94 મીટરનો હતો. તેમ છતાં, તે સ્પર્ધામાં જર્મન એથ્લીટ જુલિયન વેબર બાદ બીજા સ્થાને રહ્યો હતો, કેમ કે વેબરે 91.06 મીટરનો થ્રો કર્યો હતો.

ત્યારબાદ, પોલેન્ડના ચોર્ઝોવમાં યોજાયેલી જાનુઝ કુસોઝિન્સ્કી મેમોરિયલમાં નીરજનો થ્રો 84.14 મીટરનો રહ્યો હતો જ્યારે વેબર ફરીથી આગળ રહ્યો હતો. છેલ્લે, પેરિસ ડાયમંડ લીગમાં નીરજ ચોપરાએ 88.16 મીટરનો થ્રો કરીને વેબરને હરાવ્યો અને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. હવે ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઈકમાં ગોલ્ડ મેડલ સાથે તેણે પોતાના શિખરને વધુ ઉંચું કરી દીધું છે.

Scroll to Top