Iran Israel War: પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ ટ્રમ્પના યુદ્ધવિરામ માટે સંમત થયા છે. ઇઝરાયલી PMO એ મંગળવારે જણાવ્યું હતું કે Israel સેનાએ Iran માં તેના તમામ ઉદ્દેશ્યો પૂર્ણ કર્યા છે. PMO એ જણાવ્યું હતું કે નેતન્યાહૂ આજે આ અંગે સત્તાવાર નિવેદન આપશે. ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધના 12મા દિવસે, US રાષ્ટ્રપતિ Donald Trump એ યુદ્ધવિરામની જાહેરાત કરી. તેમણે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું – યુદ્ધવિરામ હવેથી અમલમાં આવે છે. કૃપા કરીને તેને તોડશો નહીં.
અગાઉ, ટ્રમ્પે આજે સવારે 3:30 વાગ્યે યુદ્ધવિરામનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તે આગામી 6 કલાકમાં અમલમાં આવશે. ટ્રમ્પની યુદ્ધવિરામની જાહેરાત પછી, ઇરાનના વિદેશ પ્રધાને તેને નકારી કાઢ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઇઝરાયલ સાથે હજુ સુધી કોઈ અંતિમ યુદ્ધવિરામ કરાર થયો નથી. જો ઇઝરાયલ હુમલા બંધ કરશે, તો ઇરાન પણ હુમલો કરશે નહીં.
આ પણ વાંચો – Visavadar: જીત બાદ ગોપાલ ઈટાલિયાએ ભાજપને લીધી આડેહાથ
Iran Israel War: થોડા સમય પછી, ઈરાને ઈઝરાયલ પર 6 વખત બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો. એક અહેવાલો અનુસાર, બેરશેબા શહેરમાં એક ઈમારત પર એક મિસાઈલ પડી. મેડિકલ ટીમે જણાવ્યું હતું કે આ હુમલામાં 4 લોકો માર્યા ગયા છે, જ્યારે 20 થી વધુ ઘાયલ થયા છે. અગાઉ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સવારે 3:30 વાગ્યે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામનો દાવો કર્યો હતો. તેમણે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું –
મને જાહેરાત કરતા આનંદ થાય છે કે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ હવેથી 6 કલાકમાં અમલમાં આવશે. ઈરાન પહેલા 12 કલાક માટે પોતાના હથિયારો મૂકશે. ત્યારબાદ ઈઝરાયલ આગામી 12 કલાક સુધી હુમલો કરશે નહીં અને યુદ્ધ સત્તાવાર રીતે સમાપ્ત થશે.
ટ્રમ્પની જાહેરાતના થોડા કલાકો પહેલા, ઈરાને કતારમાં યુએસ અલ-ઉદેદ એર મિલિટરી બેઝ પર 19 મિસાઈલો છોડી હતી. જોકે, આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી, કારણ કે ઈરાને હુમલા પહેલા જ તેના વિશે ચેતવણી જારી કરી હતી.