– હર્ષ સંઘવીને સામાન્ય લોકોને મળવાનો સમય પણ નથી
– દિલ્લીથી રત્નાકરને વાવની જવાબદારી અપાઈ
– માવજી પટેલે જાહેર સભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પર ટોણો માર્યો
બનાસકાંઠાની વાવ બેઠક પર પેટાચૂંટણી જીતવા માટે બંન્ને પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે આ બેઠક પર ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાને ઉતારીયા છે. આ બંન્નેનો ખેલ બગાડવા માટે
અપક્ષ ઉમેદવાર માવજી પટેલ અપક્ષ ઉમેદવાર ફોર્મ ભરીયું છે. હવે માવજી પટેલ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાથે આરપારની લડાઈ લડવાના મૂડમાં છે. માવજી પટેલે સ્ટેજ પરથી કહ્યું કે, સી.આર પાટીલનો પાવર ઉતારવો છે. ભાજપના નેતા હોવા છતાંય પાટીલે મારી અવગણના કરી છે.
હર્ષ સંઘવીને સામાન્ય લોકોને મળવાનો સમય પણ નથી
વાવ બેઠક પર બંન્ને પક્ષો સહિત અપક્ષ ઉમેદવાર જોરદાર પ્રચાર કરી રહ્યા છે. વાવનો જંગ જીતવા અપક્ષ ઉમેદવાર માવજી પટેલે ભાજપ પર નિશાન સાધી રહ્યા છે. માવજી પટેલે જાહેર સભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પર ટોણો માર્યો કે, સચિવાલયમાં ગૃહમંત્રીને મળવું હોય તો એપોઈટમેન્ટ લેવી પડે. હર્ષ સંઘવીને સામાન્ય લોકોને મળવાનો સમય પણ નથી. જ્યારથી વાવમાં પેટાચૂંટણી આવી છે. ત્યારથી ગૃહમંત્રી ઘેર ઘેર ફરી રહ્યાં છે.
પાટીલે મારી વાત ન સાંભળી
માવજી પટેલે જાહેર સભામાં કહ્યું કે, આ સત્ય અને અસત્યની લડાઈ છે. વાવને ઉમેદવારને જીતાડવા માટે 2022માં ભાજપ માટે ખુંબ મહેનત કરી હતી. જ્યારે વાવની પેટાચૂંટણી માટે ટિકીટ માંગી ત્યારે પાટીલે હાથ ઊંચા કરી દીધા હતા. વધુમાં તેમણે કહ્યું કે, દિલ્લીથી રત્નાકરને વાવની જવાબદારી અપાઈ છે તો તે નિર્ણય પણ તે જ લેવાના છે. સરપંચે પણ મોવડી મંડળને કહ્યું કે, માવજીભાઈને ટિકિટ આપો, અમે કાગળિયા તેમના હાથમાં પકડાવી દીધા પણ, જાણે રત્નાકર ભગવાન હોય તેવી રીતે તેમણે બધુ નક્કી કરી નાખ્યું.