અમેરીકામાં ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર, ઐતિહાસિક બદલાવ – ટ્રમ્પ

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને  277 ઈલેક્ટોરલ વોટથી જીત થઈ હતી. જ્યારે કમલા હેરિસને હારનો સામનો કરવો પડ્યો છે. જીત બાદ ટ્રમ્પે કહ્યું કે, હું આપના પરીવાર માટે લડતો રહીશ,ટ્રમ્પે અમેરીકાના નાગરીકોનો આભાર માન્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, હું તમારા અધિકાર માટે લડતો રહીશ અને દેશની સમસ્યા દૂર કરવાનો પ્રયત્ન કરીશ.આ અમેરીકાનો ઐતિહાસિક જીત છે.

તમામ મતદારોનો આભાર માન્યો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી જીત્યાં બાદ ટ્રમ્પ તેમની પત્ની મેલેનિયા ટ્રમ્પ સાથે સમર્થકો વચ્ચે પહોંચ્યા હતા. અહીં તેમણે પોતાના વિજયી ભાષણમાં તમામ મતદારોનો આભાર માનતાં કહ્યું કે, ‘આ ઈતિહાસની સૌથી મહાન રાજકીય ક્ષણ છે. આ મારો વિજય નથી પણ આ દરેક અમેરિકન નાગરિકોનો વિજય છે.’

ઇલોન મસ્કના ખુબ વખાણ કર્યા 

ફ્લોરિડા ખાતે સંબોધન કરતા ટ્રમ્પે પોતાની જીત માટે મહેનત કરનાર તમામ લોકો, પરિવાર, સેનેટર્સ અને અમેરિકાની જનતાનો આભાર માન્યો. ટ્રમ્પે તેમના ભાષણમાં છ મિનિટ સુધી ઈલોન મસ્કના પણ વખાણ કરતા કહ્યું કે તેમણે જોરદાર કેમ્પેઈન કર્યું. ઇલોનના સ્પેસ પ્રોજેક્ટ સ્ટાર લિંક અને રોકેટના ઓટોમેટિક લેન્ડિંગની પણ વાત કરી. ટ્રમ્પે કહ્યું ‘ઈલોન મસ્ક સુપર જીનિયસ છે, આપણે આવા સુપર જીનિયસને સાચવવા જ જોઈએ’.

 

અમેરીકાના નાગરીકનો આભાર માન્યો

આ દરમિયાન ટ્રમ્પે ઈલેક્શન કેમ્પેઇનમાં તેમને મદદ કરનારા લોકોનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, ‘સમગ્ર અમેરિકામાં મારી જીત માટે મહેનત કરનારા લોકોનો હું આભાર માનુ છું. રોબર્ડ એફ કેનેડી જુનિયરે પણ પ્રચારમાં ઘણી મદદ કરી. આ તમામ લોકોની ભારે મહેનતના કારણે મારી જીત નિશ્ચિત થઈ છે.

 

આપણે બધાએ સાથે મળીને આ સાકાર કરી બતાવ્યું

અમેરિકાના ભવિષ્યની વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, આપણે બધાએ સાથે મળીને આ સાકાર કરી બતાવ્યું છે. આપણે ફરી એકવાર અમેરિકાને મહાન રાષ્ટ્ર બનાવીશું. આપણે સાથે મળીને દેશની દરેક સમસ્યા દૂર કરીશું. હું ઉપરાષ્ટ્રપતિને પણ શુભેચ્છા પાઠવું છું. આપણે દેશની સરહદોને મજબૂત કરીશું. આગામી ચાર વર્ષ અમેરિકા માટે ગોલ્ડન સાબિત થવાના છે.

Scroll to Top