US Presidential Election: ડોનાલ્ડ ટ્રમ્પ બહુમતની નજીક,કમલા હેરિસનો પલટવાર કામ ન આવ્યો, જાણો 7 સ્વિંગ સ્ટેટ્સના વલણ

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત ગણતરી ચાલુ છે. ડોનાલ્ડ ટ્રમ્પે 16 રાજ્યોમાં જીત મેળવી છે. જ્યારે કમલા હેરિસે કેલિફોર્નિયામાં જીત મેળવી છે. કમલા માટે આ જીત ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે, અમેરિકાનું આ રાજ્ય ભારતના ઉત્તર પ્રદેશ જેવું છે.

ભારતીય મૂળના બે સેનેટરો પણ અમેરિકન ચૂંટણી જીત્યા

ભારતની લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશ પર હોય છે, કારણ કે આ રાજ્યમાં સૌથી વધુ 80 લોકસભા બેઠકો છે. તેવી જ રીતે અમેરિકાના કેલિફોર્નિયામાં સૌથી વધુ 54 ઈલેક્ટોરલ વોટ છે. જે સમગ્ર અમેરિકામાં સૌથી વધુ છે. ભારતીય મૂળના બે સેનેટરો પણ અમેરિકન ચૂંટણી જીત્યા છે. શ્રી થાનેદાર મિશિગનમાંથી અને સુહાસ સુબ્રમણ્યમ વર્જીનિયામાંથી જીત્યા છે.

ટ્રમ્પ 7માંથી 5 સ્વિંગ સ્ટેટ્સમાં આગળ

શરૂઆતના વલણો પ્રમાણે ટ્રમ્પની સ્થિતિ કમલા હેરિસ કરતાં વધુ મજબૂત છે. ટ્રેન્ડને પગલે કમલાનો ખેલ ખતમ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ટ્રમ્પ 7માંથી 5 સ્વિંગ સ્ટેટ્સમાં આગળ છે. અમેરિકામાં મતગણતરી વચ્ચે કમલા હેરિસે મોટો નિર્ણય લીધો છે. તેણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભાષણમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. આ પછી મોટી સંખ્યામાં લોકો ત્યાંથી બહાર જવા લાગ્યા હતા.

 

7 સ્વિંગ સ્ટેટ્સના વલણ

જ્યોર્જિયા – ટ્રમ્પ જીત્યા

પેન્સિલવેનિયા – ટ્રમ્પ આગળ

નોર્થ કેરોલિના – ટ્રમ્પ જીત્યા

મિશિગન – કમલા હેરિસ આગળ

વિસ્કોન્સિન – ડોનાલ્ડ ટ્રમ્પ આગળ

એરિઝોના – ટ્રમ્પ આગળ છે

નેવાડા – ટ્રમ્પ આગળ

 

Scroll to Top