Payal Goti કેસને લઈ ગૃહ વિભાગનો જવાબ સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા અમરેલીના પૂર્વ સાંસદ Virji Thummar દ્વારા ગૃહ વિભાગને એક પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રના જવાબમાં ગૃહ વિભાગે જવાબ પણ આપ્યો છે. જવાબમાં લખ્યું છે કે દુર્વ્યવહાર બદલ ત્રણ પોલીસ અધિકારીઓને ફરમાન પણ આપવામાં આવ્યું છે.
ત્રણ પોલીસ અધિકારીઓ સામે પણ મોટી કાર્યવાહી થઈ શકે તેવા સંકેતો અત્યારે મળી રહ્યા છે. જે ત્રણ પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી આ બદલીથી સંતુષ્ટ નહીં થઈ અમરેલી કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુમરે ગૃહ વિભાગને પત્ર લખ્યો હતો. અમરેલીના SP સંજય ખરાત સહિતના પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ પણ કરી હતી. ગૃહ વિભાગે જવાબની અંદર ગૃહ વિભાગે પોલીસની ભૂલ હોવાનો પણ લેખિતમાં સ્વીકાર કર્યો છે. આ ગૃહ વિભાગની સૌથી મોટી કામગીરી કહી શકાય છે.