Weather Tracker: હવામાન વિભાગે જાહેર કર્યું નાઉકાસ્ટ બુલેટિન

Weather Tracker

Weather Tracker: IMD Ahmedabad ની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આજે Gujarat માં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ઉત્તર, મધ્ય ગુજરાતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી અનુસાર ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.

Weather Tracker

21, 22 જૂન કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 22થી 24 જૂન ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીના કારણે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પવનની ગતિ 40થી 50 કિમી પ્રતિ કલાકની રહી શકે છે. રાજ્યમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને જૂનાગઢ સહિતા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે નાઉકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે.

આ પણ વાંચો – Visavadar: શંકરસિંહ વાઘેલાની પાર્ટીના ઉમેદવારે કરી ફરિયાદ

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 20 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે સવારથી જ ભાવનગર જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બોટાદમાં પણ વાહનો અને લોકો ફસાયા હોવાની વિગતો સામે આવી છે.

 

Scroll to Top