કેન્દ્રીય મંત્રી Nitin Gadkari એ બુધવારે નવી FASTag આધારિત વાર્ષિક પાસ સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરી છે. આઝાદીની 78મી વર્ષગાંઠે એટલે કે 15મી ઓગસ્ટ, 2025થી ભારત સરકાર આ નવી પાસ સિસ્ટમ શરૂ કરશે. FASTag પાસ વાર્ષિક હશે અને તેની કિંમત 3,000 રૂપિયા હશે. આ પાસ દ્વારા માલિકો રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુશ્કેલી વિના મુસાફરી કરી શકશે. આ ફાસ્ટેગ 60 કિમી સુધીના ટોલ પ્લાઝા માટે જ માન્ય ગણાશે.
આ પણ વાંચો – Melodi: PM મોદીએ ઈટલીના PM મેલોની સાથે કરી વાતચીત
પસંદગીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH) અને રાષ્ટ્રીય એક્સપ્રેસવે (NE)ના ટોલ પ્લાઝામાંથી એક વર્ષ અથવા 200 ટ્રિપ્સ માટે દર વખતે ટોલ ચૂકવ્યા વિના પસાર થઈ શકશે. નોંધનીય છે કે આવન અને જાવન એમ બે અલગ-અલગ ટ્રિપ ગણાશે. આ પાસ ફક્ત ખાનગી નોન-કોમર્શિયલ કાર-જીપ માટે જ માન્ય રહેશે. કોમર્શિયલ વાહન ઉપયોગ થશે તો આ પાસ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવશે. આ પાસ અન્ય વાહનો પર ટ્રાન્સફરેબલ નહિ હોય. આ પાસ ફક્ત હાઇવે યાત્રા મોબાઇલ એપ્લિકેશન અને NHAI વેબસાઇટ પર જ ઉપલબ્ધ હશે. હાલમાં આ પાસ અન્ય કોઈ વેબસાઇટ, બેંક અથવા ઑફલાઇન સ્થળે ઉપલબ્ધ રહેશે નહીં.
FASTag एनुअल पास स्कीम से संबंधित जानकारी।#FASTagBasedAnnualPass #PragatiKaHighway pic.twitter.com/OvGHbtAEFG
— Nitin Gadkari (@nitin_gadkari) June 18, 2025
વાત કરીએ આ FASTag ની જરૂરિયાત કે વિશેષ ફાયદાની તો રોજિંદી અવરજવર કરતા વાહનચાલકો અને ટોલ પ્લાઝાની નજીક રહેતા વ્યક્તિઓ માટે આ FASTag વરદાનરૂપ સાબિત થશે. ટૂંકા અંતરની મુસાફરી કરનારાઓને ખાસ ફાયદો થશે. ઓફિસ કે અન્ય કામ માટે દરરોજ એક જ રૂટ પર મુસાફરી કરતા લોકોના પૈસા અને સમયની બચત થશે.