Kadi-Visavadar: પેટા ચૂંટણીનું મતદાન, મતદારોની લાંબી કતારો

Kadi-Visavadar

Kadi-Visavadar: વિસાવદર તેમજ કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે 19 જૂને મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. વિસાવદરમાં 2.61 લાખ મતદારો 297 મતદાન મથકો પર મતદાન કરશે. તો કડીમાં 2.89 લાખ મતદારો 294 મતદાન મથકો પર પોતાનો મત આપશે. આ ચૂંટણીના પરિણામ 23 જૂને આવશે.

 

 

Kadi-Visavadar: કડી અને વિસાવદરની પેટા ચૂંટણી યોજાવા પાછળ બે અલગ અલગ કારણ છે. વિસાવદરમાં વર્ષ 2022માં પહેલી વખત આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી વિજેતા બન્યા હતા, જોકે જીત પછી ભાજપના હર્ષદ રીબડિયાએ તેમના વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી, ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ લગાવ્યા. પિટિશન દરમિયાન ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા, જેના પરિણામે વિસાવદર બેઠક ખાલી થઈ. હર્ષદ રીબડિયાએ પિટિશન પાછી ખેંચતાં પેટાચૂંટણી માટેનો માર્ગ ખુલ્લો થયો. તો બીજી તરફ કડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોંલકીનું નિધન થતાં આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે.

આ પણ વાંચો – Visavadar : Gopal Italia એ જે વાડીમાંથી દારૂ પકડયો તે ખેડૂત અશ્વિન મૈતરનો મોટો ખુલાસો

કડી બેઠકની વાત કરીએ તો અહીં 2,89,927 મતદારો માટે 294 મતદાન મથકોનું આયોજન કરવામાં આવ્યું છે. મતદાન મથકે કુલ 1,900થી વધુ કર્મચારીઓને ફરજ પર તૈનાત કરાયા છે. વિસાવદર બેઠકમાં 17 શહેરી તથા 277 ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનનું આયોજન કરાયું છે. વિસાવદરમાં 2,61,092 મતદારો છે. એટલા માટે કુલ 1,884 પોલિંગ બુથની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાનની કાર્યવાહી સાંજના 6 વાગ્યા સુધી ચાલશે.

વિસાવદરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર Kirit Patel ઢોલના તાલે મહિલાઓ સાથે આણંદપુર ગામે મતદાન કરવા પહોંચ્યા અને મતદાન કર્યું. આ સાથે વિસાવદર વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવાર Nitin Ranpariya એ ભેંસાણ મતદાન મથક પર પરિવાર સાથે મતદાન કર્યું.

Scroll to Top