Gujarat Rain: રાજ્યના આ જળાશયો હાઈએલર્ટ પર

Gujarat Rain

Gujarat Rain: ચોમાસાની શરૂઆત થતાં જ રાજ્યના જળાશયોમાં પાણીની આવક થઇ છે. નવા નીર આવવાની સાથે રાજ્યના ડેમોમાં પાણીનો વિપુલપ્રમાણમાં જથ્થો સંગ્રહિત થયો છે. આજે સવારે ડિઝાસ્ટર મેનેજમેન્ટે જણાવ્યું કે, રાજ્યના 206 જળાશયોમાંથી 11 ડેમો હાઇ એલર્ટ પર છે, જ્યારે 13 ડેમ એલર્ટ પર છે અને 10 ડેમ વોર્નિંગની સ્થિતિ પર છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

SEOC ગાંધીનગર દ્વારા આપેલી માહિતી પ્રમાણે અત્યારે રાજ્યમાં 11 Dam High Alert ઉપર છે. જ્યારે 13 ડેમ એલર્ટ અને 10 ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે. રાજ્યના 206 ડેમોમાં પાણી સંખ્યની ટકાવારીની વાત કરીએ તો રાજ્યમાં 9 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 25 ડેમમાં 70થી 100 ટકા વચ્ચે પાણી સંગ્ર છે. આ ઉરાંત 22 ડેમ 50થી 70 ટકા વચ્ચે અને 55 ડેમ 25 ટકાથી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. આ ઉપરાંત 95 ટકા ડેમમાં પાણીની સપાટી 25 ટકા કરતા ઓછી છે.

આ પણ વાંચો – Weather Tracker: ગુજરાતના આ શહેરો માટે આજનો દિવસ ભારે!

રાજ્યમાં ડેમોની સ્થિતિ અંગે વાત કરવામાં આવે તો જીવાદોરી સમાન Sardar Sarovar Dam માં 51.56 ટકા જળસંગ્રહ છે. જ્યારે રાજ્યના 206 જળાશયો કુલ 40.47 ટકા ભરાયા છે. 9 જેટલા ડેમો 100 ટકા ભરાયેલા છે. જ્યારે 25 ડેમો 70થી 100 ટકા સુધી ભરાયા છે. 55 ડેમો 25થી 50 ટકા સુધી ભરાયા છે જ્યારે 95 ડેમોમાં સંગ્રહિત પાણીની સ્થિતિ 25 ટકાથી ઓછી છે. રાજ્યના 11 ડેમો હાઇ એલર્ટ પર છે. 13 એલર્ટ અને 10 ડેમો વોર્નિંગની સ્થિતિમાં છે.

Gujarat Rain: રાજ્યમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધી 18 લોકોના મોત થયા  છે. NDRFની 12 અને SDRFની 22 ટીમ તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં 139 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.  રાજ્યમાં આગામી 24 કલાક હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે.

રાજ્યના જે 11 ડેમો હાઇ એલર્ટ પર છે, તેના પર નજર ફેરવીએ તો અમરેલીનો ધાતરવાડી અને સુરજવાડી ડેમ, ભાવનગરનો શેત્રુંજી, રોજકી, બાગડ અને રંગઘોળા ડેમ, બોટાદનો ભીમદાદ ડેમ, સુરેન્દ્રનગરનો વાંસલ, લીમ-ભોગાવો-1, સબુરી અને ધોળીધજા ડેમ હાઇ એલર્ટ પર છે. જ્યારે જે 13 ડેમો એલર્ટ પર છે, તેમાં કચ્છનો કાલાઘોઘા ડેમ, બોટાદના કાણિયાદ, ગોમા, ઉતાવળી અને માલપરા ડેમ, સુરેન્દ્રનગરના નાયકા, નિમ્બમણી ડેમ, મોરબીના મચ્છુ-3, ઘોડાધરોઇ, બ્રાહ્મણી ડેમ, અમરેલીનો વાડી ડેમ તથા ભાવનગરના પિંગલી અને રાજવાલ ડેમ એલર્ટ પર છે.

Scroll to Top