Gondal: Amit Khunt કેસમાં ફરી સામે આવ્યા CCTV સગીરાએ Jayrajsinh પર લગાવ્યા મોટા આરોપ
રીબડાનો ખૂબ ચર્ચિત અમિત ખૂટ આત્મહત્યા કેસને લગભગ ખૂબ લાંબો સમય થઈ ગયો. આટલા લાંબા સમય બાદ પણ જેમના આરોપી તરીકે નામ લખવામાં આવ્યા છે, જેમની ઉપર FIR થઈ છે એ તમામ હજી ફરાર. સગીરાએ કોર્ટની અંદર એક ચોકાવનારું નિવેદન આપ્યું અને નિવેદનની અંદર ગોંડલના જયરાજસિંહ જાડેજા સહિત તેમના માણસો અને ગોંડલ પોલીસ અને રાજકોટ DCP જગદીશ બાંગરવા સહિત અનેક પોલીસ અધિકારીઓ ઉપર આક્ષેપો સાથે ફરિયાદ પણ કરી.
આ ફરિયાદ થતાની સાથે સાથે જ ફરીથી નવા ખુલાસાઓ થાય છે. અને ખુલાસા આ સગીરાના પિતા દ્વારા કરવામાં આવે છે. અને એમના દ્વારા એક નિવેદન પણ આપવામાં આવે છે. પછી નિવેદન પછી બાદમાં ફરીથી એક એવા ખુલાસા થાય છે કે આ નિવેદન તેમના પિતાએ પોતાની મરજીથી નથી આપ્યું. આ નિવેદન કોઈના દ્વારા અપાવવામાં આવ્યું છે. તેવા પુરાવા પણ સામે આવ્યા હતા.
ત્યારબાદ સગીરાનો વિડીયો બહાર આવે છે. જોમાં તે કહે છે કે જો મને, મારા પરિવારને, વકીલ ભૂમિકાબેનને કે એના પરિવારને કાંઈ પણ થાય તો એની સંપૂર્ણ જવાબદારી જયરાજસિંહ જાડેજા તથા ગણેશ ગોંડલની રહેશે.
આ પણ વાંચો-Operation Sindoor: “ભારત મધ્યસ્થી સ્વીકારશે પણ નહીં”