Visavadar ની ચુંટણી જીતવા AAP નો પ્લાન તૈયાર, Isudan Gadhvi એ Newz Room પર કર્યો મોટો ખુલાસો
વિસાવદરના પ્રવાસ દરમિયાન AAPના પ્રમુખ સાથે સાથે વાત કરતા ઈશુદાન જણાવે છે કે, ભાજપમાં એક ગેંગ છે જે બધું સહન કરે છે, જે લાભાર્થીઓની ગેંગ છે. કોઈ બ્રીજ બનાવે છે એમાં કટકી કરે છે, મંડળીઓમાં કટકી કરે છે, APMCમાં કટકી કરે છે, ખરીદીઓમાં કટકી કરે છે, જેમની સીડીઓ બની ગઈ, આ બધુ ભાજપના નેતાઓ જી હાજી જી હાજી જી હાજી કરી સહન કરે, પછી એને લાફા મારીને કાઢે ને તો પણ પાછો આવી જાય.
એના જે કોભાંડિયાઓ છે એનાથી પ્રજાને છોડાવવા માટે મેદાનમાં આવ્યા છીએ. આટલું બધું જોર ભાજપ અહી લગાડી રહી છે, કેમકે એને અત્યાર સુધી સામે કોંગ્રેસ મળી. એને આમ આદમીથી પનારો પડ્યો નથી. 22 માં છડતો ઘા વાગ્યો પાંચ ધારાસભ્યો જ્યારે ચૂટાયા ત્યારે ભાજપની 156 ની ખુશી છે એ ફીંડલુ વળી ગઈ.
ભાજપ ઇકોઝોન લાવ્યું. ભાજપના નેતાઓએ ખરીદીઓમાં કોભાંડો કર્યા. ભાજપના નેતાઓએ મંડળીઓમાં કોભાંડો કર્યા. ભાજપના નેતાઓએ તમારા પોલીસ તંત્રનો અને તંત્રનો દુરુપયોગ કરીને તમારી માતાબેન દીકરીઓની આબરૂઓ લૂટી. ભાજપના નેતાઓએ મળીને આ વિસાવદરને પછાત રાખ્યું છે.એને ઓળખવાની જરૂર છે, બીજું કે ભાજપના કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે ભાજપ પાર્ટી કરતા દેશ અગત્યનો છે.
ગામડાઓમાં અમારા પાંચ માણસો સાથે ભાજપના નેતા આવીને ભેગા બેઠા હોય છે. અમારી સાથે અમને એમ કહે છે કે અમે તમારી સાથે છીએ. કારણ કે એ સમજે છે કે ભવિષ્ય આ છે. મારી વિસાવદરની જનતાને વિનંતી છે કે વિસાવદરમાં બધા સગા સંબંધીઓને ફોન કરે અને ગોપાલભાઈ અને આમ આદમીની જીતાડવાની અપીલ કરે. અહીંથી જીતીશું એટલે 27 માં સરકાર બનશે 27 માં સરકાર બનશે એટલે મજબૂતાઈથી અમે પ્રજાની સેવા કરી શકીશું.
આ પણ વાંચો- Visavadar: “અમારે ગોપાલ ઈટાલિયાની જરૂર નથી”