ગઈકાલે પાંચ દિવસના લાંબા સમય પછી પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani નો પાર્થિવદેહ તિરંગામાં લપેટાયેલી કોફિનમાં તેમના પરિવારને સોંપવામાં આવ્યો હતો. આ દ્રશ્ય જોતા જ પત્ની Anjali Rupani, પુત્ર ઋષભ, પુત્રી રાધિકા સહિત પરિવારના સભ્યો ચોધાર આંસુએ રડી પડ્યા હતા. વિજયભાઈની પુત્રીએ ધ્રુસકે ધ્રુસકે રડીને પિતાને છેલ્લીવાર માથું ટેકવ્યું હતું. મુખ્યમંત્રી Bhupendra Patel પણ આ કરુણ દ્રશ્યો જોઈને ભાવુક થયા હતા અને ધ્રુજતા હાથે તેમણે વિજયભાઈને અંતિમ વિદાય આપી હતી. આ વસમી વિદાય જોઈને હાજર સૌ કોઈની આંખો ભીની થઇ ગઇ હતી.
ત્યારબાદ તેમના નશ્વર દેહને રાજકોટ લઈ જવામાં આવ્યો હતો. રાત્રે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ પંચ તત્વમાં વિલીન થયો. સૌએ ભારે હૈયે તેમણે વિદાય આપી હતી. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતી. કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો – Vijay Rupani: અંજલિ રૂપાણી ધ્રુસ્કેને ધ્રુસ્કે રડી પડ્યા