12 જૂને ગુજરાતના Ahmedabad Plane Crash એ આખા દેશને હચમચાવી નાખ્યો છે. અમદાવાદથી લંડન જતી Air India ની ફ્લાઇટ AI-171 ટેકઓફ થયાના થોડી મિનિટો પછી જ ક્રેશ થઈ ગઈ હતી. જેમાં 241 મુસાફરોના મોત થયા હતા. આ ભયંકર અકસ્માતમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani નું પણ મૃત્યુ થયું હતું. અકસ્માતનો ભોગ બનેલા લોકોના મૃતદેહ એટલા ખરાબ રીતે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી અશક્ય છે. આ સ્થિતિમાં ઓળખ માટેનો એકમાત્ર રસ્તો DNA Test છે. શું તમે જાણો છો કે DNA ટેસ્ટ કેવી રીતે કરવામાં આવે છે? અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ખરાબ રીતે બળી ગયેલા મૃતદેહોનો કયો ભાગ આ કામમાં મદદ કરશે? ઉપરાંત આ તપાસમાં સંબંધીઓની મદદ કેટલી લેવામાં આવે છે?
DNA ટેસ્ટ શું છે?
DNA Test એટલે કે ડીઓક્સીરીબોન્યુક્લીક એસિડ, જે એક વૈજ્ઞાનિક પરીક્ષણ છે. આ પ્રકારના પરીક્ષણ આપણા જનીનો અથવા પૂર્વજો વિશે ખૂબ જ સચોટ માહિતી આપે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આપણા શરીરમાં લાખો કોષ હોય છે. લાલ રક્ત વાહિનીઓ સિવાય, અન્ય તમામ કોષમાં પણ એક આનુવંશિક કોડિંગ હોય છે. આ આનુવંશિક કોડિંગ એ જ ડીએનએ છે. સાદી ભાષામાં કહીએ તો, DNA સીડીની જેમ એક તરફ વળેલું હોય છે. એવું માનવામાં આવે છે કે જો માનવીના ડીએનએને સીધો કરવામાં આવે તો તે એટલો લાંબો છે કે તે સૂર્ય સુધી પહોંચી શકે છે અને 300 વખત પૃથ્વી પર લપેટી શકાય છે.
DNA પરિવાર સાથે મેળ ખાય છે?
અત્રે ઉલ્લેખનીય છે કે, બાળક અને તેના માતા-પિતાનો ડીએનએ એક સરખો નથી હોતો. પરંતુ કેટલાક ભાગો સમાન હોઈ શકે છે. દરેક વ્યક્તિનો ડીએનએ અનન્ય હોય છે. પરંતુ આનાથી તમે એ ચોક્કસ જાણી શકો છો કે તમારો સંબંધ એકબીજા સાથે સંબંધિત છે કે નહીં. ડીએનએ ટેસ્ટ નક્કી કરે છે કે બાળક ચોક્કસ પરિવારનું છે કે નહીં. હત્યા કે અકસ્માતના કિસ્સામાં જ્યારે મૃતદેહની ઓળખ મુશ્કેલ બની જાય છે, ત્યારે ડીએનએ ટેસ્ટ દ્વારા તેની ઓળખ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં પિતા કે પરિવારના સભ્યોના ડીએનએ સેમ્પલ લેવાતા હોય છે. અને તેની સાથે મૃતકના સેમ્પલને મેચ કરવામાં આવે છે.
આ પણ વાંચો – Ahmedabad Plane Crash: અત્યાર સુધી આટલા DNA થયા મેચ
કેમ વાર લાગે છે પરીક્ષણમાં?
સામાન્ય રીતે જે કોઈ મૃતદેહનો ડીએનએ ટેસ્ટ કરવાનો હોય તે મૃતદેહમાંથી લોહી લઈને તેમના નજીકના સ્વજનના ડીએનએ સેમ્પલ સાથે ટેસ્ટ કરવામાં આવે છે. પરંતુ રાજકોટની ઘટનાને ધ્યાને લઈએ તો, મૃતકો એટલા બધા દાઝી ગયા છે કે, મૃતદેહમાં ક્યાય કોઈ જગ્યાએ લોહી નથી. એટલું જ નહી કેટલાક મૃતદેહ પર તો સહેજે માંસનો લોચો પણ નથી, આવા સંજોગોમાં હાડકાની અંદર રહેલા કોષ કે જેનુ પરિવારજનના સેમ્પલ સાથે ટેસ્ટ કરી શકાય તેવા લઈને પરીક્ષણ કરવામાં આવે છે. આ બધી જટીલ કાર્યવાહીમાં ઓછામાં ઓછા 36 કલાક જેટલો સમય લાગતો હોય છે.
સેમ્પલ કલેક્શન: DNA પરીક્ષણ માટે પહેલા નમૂના લેવામાં આવે છે. અમદાવાદ વિમાન દુર્ઘટના પછી ગુજરાત સરકારે બીજે મેડિકલ કોલેજમાં DNA સેમ્પલ વ્યવસ્થા કરી છે. મૃતકોના શરીરમાંથી હાડકાં, દાંત અથવા પેશીઓના નમૂના લેવામાં આવશે. આ નમૂનાઓ તેમના માતાપિતા, બાળકો અથવા ભાઈ-બહેન જેવા સંબંધીઓના લોહી અથવા લાળના નમૂનાઓ સાથે મેચ કરવામાં આવશે.
મૃતદેહોમાંથી નમૂના કેવી રીતે લેવામાં આવે છે? ખરાબ રીતે બળી ગયેલા શરીરમાંથી DNA લેવા માટે માટે હ્યુમરસ અથવા પાંસળી જેવા હાડકાંના નમૂના લેવામાં આવે છે. આ ઉપરાંત દાંત અથવા બાકીના પેશીઓ પણ ખૂબ ઉપયોગી છે. હાડકાં અને દાંત વધુ મહત્વપૂર્ણ છે કારણ કે ઊંચા તાપમાને પણ તેમાં DNA સચવાય છે.
પરિવારજનોના સેમ્પલ: ત્યારબાદ સંબંધીઓ પાસેથી લોહી, લાળ અથવા ગાલના કોષો (બકલ સ્વેબ) લેવામાં આવે છે. આ નમૂનાઓનો ઉપયોગ મૃતકના DNA સાથે મેચ કરવા માટે કરવામાં આવે છે.
સેમ્પલની સફાઇ અને તૈયારી: બળી ગયેલા શરીરમાંથી DNA લેવું અત્યંત મુશ્કેલ છે કારણ કે હાઈ ટેમ્પરેચર અને કેમિકલ DNAનો નાશ કરી શકે છે. આ સ્થિતિમાં કચરો અથવા સૂક્ષ્મજીવો જેવા બાહ્ય દૂષણોને દૂર કરવા માટે નમૂનાને પહેલા સાફ કરવામાં આવે છે. આ માટે નમૂનાને નળના પાણી અને 100% ઇથેનોલથી ધોવામાં આવે છે. હાડકાં અને દાંતને પીસીને પાવડર બનાવવા માટે જંતુરહિત સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે.
હાડકાંમાંથી DNA કેવી રીતે કાઢવામાં આવે છે?
DNA લેવા માટે ઓર્ગેનિક એકસટ્રેકશન પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આ હેઠળ નમૂનાને રાસાયણિક લિક્વિડમાં મેળવીને DNAને અલગ કરવામાં આવે છે. અમદાવાદ અકસ્માતમાં 1.25 લાખ લિટર બળતણના આગથી મૃતદેહો પ્રભાવિત થયા હતા. આ સ્થિતિમાં DNAની ગુણવત્તા પર અસર થઈ શકે છે. જોકે બળી ગયેલા અવશેષોમાંથી DNA લેવામાં નવી ટેકનિક સફળ રહી છે.
પરીક્ષણ માટે કેટલા DNAની જરૂર છે?
લેવામાં આવેલા DNAની માત્રા અને ગુણવત્તા રીઅલ-ટાઇમ પીસીઆર (પોલિમરેઝ ચેઇન રિએક્શન) દ્વારા તપાસવામાં આવે છે. આવી સ્થિતિમાં સૌ પ્રથમ ખાતરી કરવામાં આવે છે કે DNA પરીક્ષણ માટે પૂરતું છે કે નહીં.
DNA પ્રોફાઇલિંગ કેવી રીતે કરવામાં આવે છે?
DNA પ્રોફાઇલિંગમાં શોર્ટ ટેન્ડમ રિપીટ્સ (STR) ની તપાસ કરવામાં આવે છે. આ DNAના એવા ભાગો છે જે દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે. આ પછી એક DNA પ્રોફાઇલ તૈયાર કરવામાં આવે છે. અમદાવાદ અકસ્માતમાં લગભગ 1000 DNA પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે. જેમાં મૃતકો અને તેમના સંબંધીઓના નમૂનાઓનું મેચિંગ શામેલ છે.
મૃતકના DNA પ્રોફાઇલને સંબંધીઓના નમૂનાઓ સાથે મેચ કરવામાં આવે છે. આ માટે માતાપિતા અથવા બાળકોના DNA સાથે મેચિંગ વધુ સચોટ માનવામાં આવે છે કારણ કે તેમની વચ્ચે વધુ આનુવંશિક સમાનતા છે. જો તપાસ અમદાવાદ વિમાન દુર્ઘટના જેવા અકસ્માત હેઠળ કરવામાં આવી રહી હોય, તો DNA પરીક્ષણની આ પ્રક્રિયામાં ઘણા દિવસો લાગી શકે છે.