પ્રધાનમંત્રી મોદીના અગ્રસચિવ ડૉ. પી. કે. મિશ્રાએ Ahmedabad Plane Crash પછીની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે અમદાવાદની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાતથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઝડપી રાહત, સંપૂર્ણ તપાસ અને પીડિતો અને તેમના પરિવારોને વ્યાપક સહાય સુનિશ્ચિત કરવાના નિર્દેશોને વધુ મજબૂત બનાવવામાં આવ્યા હતા. ડૉ. પી. કે. મિશ્રાએ મેઘાણીનગર સ્થિત B.J. Medical College નજીક અકસ્માત સ્થળની સમીક્ષા કરી હતી. જ્યાં રાજ્ય સરકાર, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB) અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓએ તેમને ઘટનાઓના ક્રમ અને તાત્કાલિક પ્રતિભાવ પગલાં વિશે માહિતી આપી હતી.
Ahmedabad ની Civil Hospital ની મુલાકાત દરમિયાન, ડૉ. મિશ્રાએ Ahmedabad Plane Crash શોકગ્રસ્ત પરિવારોને મળ્યા, DNA નમૂના મેચિંગનું અવલોકન કર્યું અને અધિકારીઓને સંપૂર્ણ સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યો હતો. જેથી એક સરળ અને કરુણાપૂર્ણ પ્રક્રિયા સુનિશ્ચિત થાય. તેમણે ઘાયલ પીડિતો સાથે પણ વાતચીત કરી હતી. હોસ્પિટલનાં અધિકારીઓને તેમની તબીબી સારવાર અને સ્વસ્થતાને પ્રાથમિકતા આપવા સૂચના આપી હતી.
આ પણ વાંચો – Vijay Rupani: રાજકોટમાં રાજકીય સન્માન સાથે નીકળશે અંતિમ યાત્રા
ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે, ડૉ. મિશ્રાએ DNA નમૂના લેવાના પ્રયાસોની સમીક્ષા કરી અને વૈજ્ઞાનિક ચોકસાઈ જાળવી રાખીને ઝડપથી ઓળખ પૂર્ણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. અમદાવાદનાં સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરતા, ડૉ. મિશ્રાએ કેન્દ્ર અને રાજ્ય સરકારો, AAIB અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચાલુ રાહત, બચાવ અને તપાસ પ્રયાસોની ચર્ચા કરી હતી. AAIB એ વિગતવાર તપાસ શરૂ કરી છે અને વિમાન અમેરિકન બનાવટનું હોવાથી યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) પણ આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ હેઠળ સમાંતર તપાસ કરી રહ્યું છે. અધિકારીઓએ પુષ્ટિ આપી કે ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) અને કોકપિટ વોઇસ રેકોર્ડર (CVR) શોધી કાઢવામાં આવ્યા છે અને સુરક્ષિત કરવામાં આવ્યા છે.