અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani નું નિધન થયું. આજે તેમના પાર્થિવદેહને અંતિમ વિદાય આપવા માટેનો સંપૂર્ણ કાર્યક્રમ રૂપાણી પરિવાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. સાંજે 5 વાગ્યે Rajkot માં તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે અને રામનાથપરા સ્મશાનગૃહ ખાતે અંતિમવિધિ કરવામાં આવશે. આ ઉપરાંત, વિજયભાઈ રૂપાણી અને દુર્ઘટનાના અન્ય દિવંગતોની યાદમાં રાજકોટ અને ગાંધીનગરમાં પ્રાર્થના સભાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
રૂપાણી પરિવાર દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, સવારે 11.30 વાગ્યે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે પાર્થિવદેહનો સ્વીકાર કરાશે. ત્યારબાદ, સવારે 11.30 થી 12.30 દરમિયાન પાર્થિવદેહને સિવિલ હોસ્પિટલ અમદાવાદથી એરપોર્ટ લઈ જવામાં આવશે. બપોરે 12.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી ચાર્ટર ફ્લાઈટ દ્વારા રાજકોટ માટે ટેકઓફ થશે. બપોરે 2.00 થી 2.30 વાગ્યાની વચ્ચે પાર્થિવદેહને રાજકોટ એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડી લાવવામાં આવશે.
બપોરે 2.30 થી 4.00 વાગ્યા દરમિયાન ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવશે. ગ્રીનલેન્ડ ચોકડીથી રણછોડદાસ બાપુ આશ્રમ, સામેનો રોડ, બાલક હનુમાન ચોક, કેડી ચોક, સંત કબીર રોડ, સરદાર સ્કૂલ પાસેથી પૂજિત રૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ ઝોન ઓફિસ, પારેવડી ચોક, કેસરીહિંદ પુલ, સિવિલ હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કુલ, બહુમાળી ભવન, જીલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, હનુમાન મઢી ચોક, રૈયા રોડ, નિર્મલા કોન્વેન્ટ રોડ થઈને પ્રકાશ સોસાયટી સ્થિત નિવાસસ્થાને પહોંચશે. સાંજે 4.00 થી 5.00 વાગ્યા સુધી વિજયભાઈના નિવાસસ્થાને પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.
સ્વ. માનનીય પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની અંતિમયાત્રાનો રૂટ
ઉપરના રૂટ મુજબ યાત્રાના સમય દરમિયાન તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ-બંધ અને નો-પાર્કિંગ જાહેર કરવામાં આવે છે.
#GujaratPolice #VijayRupani #AirIndia #Ahmedabad @CMOGuj @sanghaviharsh @GujaratPolice pic.twitter.com/tSFtdlNHcA
— Rajkot City Police (@CP_RajkotCity) June 15, 2025
અંતિમયાત્રાનો વિગતવાર રૂટ અને પ્રાર્થના સભાઓ
સાંજે 5.00 થી 6.00 વાગ્યા દરમિયાન નિવાસસ્થાનેથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમ યાત્રા નીકળશે. આ અંતિમયાત્રા પ્રકાશ સોસાયટી (નિવાસસ્થાન) થી શરૂ થઈને નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક (કાલાવડ રોડ), મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ ચોક, કોર્પોરેશન ચોક, બાલાજી મંદિર ચોક, રાજશ્રી ટોકીઝ રોડ, સ્વામિનારાયણ મંદિર (ભુપેન્દ્ર રોડ) થઈને અંતે રામનાથપરા સ્મશાન પહોંચશે.
17 જૂન, મંગળવાર – શ્રદ્ધાંજલિ સભા (રાજકોટ)
સ્થળ: રેસકોર્સ મેદાન
સમય: સાંજે 3:00 થી 6:00
વિજયભાઈ રૂપાણીના ચાહકો, રાજકીય આગેવાનો અને વિવિધ સમાજના અગ્રણીઓ શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો – Father’s Day: વિજય રૂપાણી એક દિકરીની નજરે
19 જૂન, ગુરુવાર – શ્રદ્ધાંજલિ સભા (ગાંધીનગર)
સ્થળ: હૉલ નં. 1, એક્ઝિબિશન સેન્ટર, હેલીપેડ ગ્રાઉન્ડ
સમય: સવારે 9:00 થી 12:00
ગાંધીનગરમાં ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ સભા
શુક્રવાર, 20 જૂન 2025 ના રોજ સાંજે 4.00 થી 6.00 વાગ્યા સુધી કમલમ, કોબા, ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્વારા વિજયભાઈ રૂપાણી અને તમામ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રાર્થનાસભા યોજાશે. વિજયભાઈ રૂપાણીના નિધનથી ગુજરાતમાં શોકનો માહોલ છે. આ અંતિમ યાત્રા અને પ્રાર્થના સભાઓમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે તેવી અપેક્ષા છે.