Ahmedabad વિમાન દુર્ઘટના બાદ Jagdish Mehta એ કહ્યું આવી ઘટના બને પછી જ સરકાર અને તંત્ર કેમ જાગે છે?
આ મુદ્દે વરિષ્ઠ પત્રકાર સાથે વાત કકરતા તેણે કહ્યું કે આપણો એક રાજકીય આ રાષ્ટ્રીય રોગ છે એ રોગનું નામ છે કોઈપણ ભોગે મેન્ટેનન્સમાં ધ્યાન ન આપવું. આપણે નવા નવા અનેકો આયામ બનાવી દઈએ પણ મેન્ટેનન્સ નહી. મોટા ભાગની ઇમારતોમાં લિફ્ટ હશે તો લિફ્ટની ચોખાઈ કે એની કન્ડિશન ક્યારેય તમને લાંબો સમય સારી જોવા મળશે નહીં. લોકો ખૂણામાં થૂકી થૂકીને એટલી બગાડી દેશે કે તમને ત્યાં ઊભવું ન ગમે, એ લિફ્ટ છે કે શૌચાલય છે એ ખબર ન પડે એમાં આપણો પોતાનો પણ એક દુર્ગુણ છે.
આપણે નાગરિકો તરીકે સારા નાગરિક તરીકે વર્તતા પણ નથી. એટલે એ આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી વાત છે.જો પુલની દુર્ઘટના થય તો, બધા પુલ ચેકિંગ કરો. પ્લેન દુર્ઘટના થાય તો આપણું તંત્ર કહે બધા પ્લેન તપાસો. ટ્રેન દુર્ઘટના થાય તો બધી ટ્રેન તપાસો. પણ તંત્ર બધું કેમ નથી તપાસતા?
આ પણ વાંચો- Plane Crash: દુર્ઘટનામાં આ દંપતીની કહાની સાંભળી દુઃખ, પીડા, વેદના,આ બધા શબ્દો ટૂંકા પડયા