Plane Crash: દુર્ઘટનામાં આ દંપતીની કહાની સાંભળી દુઃખ, પીડા, વેદના,આ બધા શબ્દો ટૂંકા પડયા
અમદાવાદમાં 12 જૂન ગુરુવારના રોજ બપોરના સમયે બનેલી AIR INDIAના Plane Crash ની એ ઘટના બાદ સમગ્ર દેશ શોકમગ્ન છે.એર ઈન્ડિયા પ્લેન ક્રેશમાં અંદાજે 241 જેટલા લોકોનું મૃત્યુ થયું છે.એ ઉપરાંત પણ ત્યાના સ્થાનિક તેમજ રેસીડેન્ટ ડોક્ટર પણ આ ઘટનામાં મૃત્યુ પામ્યા હતા.
જેમાં ધોળકાના કેલિયા વાસણા ગામમાં જીનલ પટેલ અને વૈભવ પટેલ કે જેઓ લંડનમાં રહેતા હતા. પરંતુ તેઓ થોડા દિવસ પહેલા જ એ ધોળકા ખાતે આવ્યા હતા. પતિ અને પત્ની એક આશા સાથે લંડન જઈ રહ્યા હતા. જ્યારે એક સપ્તાહ પહેલા તેઓ અહીયા આવ્યા ત્યારે તેઓ તેમના એક બાળકના એ સ્વપ્ન સાથે અહીયા આવ્યા હતા.
જીનલ અને વૈભવના એ લવ મેરેજ થયા હતા અને જીનલ પટેલને સાત માસનું ગર્ભ હોવાથી ગત 30 મેના રોજ તેઓ લંડનથી તેમાંની તેમની એ શ્રીમંત વિધિ માટે તેઓ પોતાના વતન આવ્યા હતા. શ્રીમંત વિધિ માટે પોતાના વતન આવ્યા અને 5 જૂનના રોજ તેમનું શ્રીમંત પણ રાખવામાં આવ્યું હતું. એ દરમિયાનની કેટલીક તસ્વીરો પણ સોશિયલ મીડિયાની અંદર અત્યારે ખૂબ વાયરલ થઈ રહી છે.
5 જૂનના રોજ જીનલ પટેલના હાથમાં જે બાળગોપાલ એ આપવામાં આવ્યા હતા અને એ જ બાળ ગોપાલ લઈને જીનલ અને તેમના પતિ એ વૈભવ પટેલ એ બંને લંડન જઈ રહ્યા હતા. જીનલ પટેલના ગર્ભમાં સાત માસનું બાળક અને જીનલ પટેલ અને તેમના પતિ એ વૈભવ એ હજી સુધી એ ક્યાં છે તેની પરિવારને કોઈ ભાળ નથી મળી જો કે પરિવારજનોએ DNA સેમ્પલ પણ આપ્યા છે. DNA સેમ્પલ આપ્યા બાદ પરિવારને એવી જાણ કરવામાં આવી છે કે તમને તમારા સ્વજનો અંગે જાણ કરવામાં આવશે.
આ પણ વાંચો- Rajkot : અમિત ખુંટ કેસમાં ફરી ચોંકાવનારો ખુલાસો, જયરાજસિંહ સહિત 28 લોકો સામે ફરિયાદ દાખલ