AIR INDIA – અમદાવાદના એરપોર્ટ નજીક થયેલી દુર્ઘટનામાં દેશભરમાં શોકની લહેર ફેલાઈ છે. Air Indiaની લંડનથી આવી રહેલી ફ્લાઇટ નં. AI-171 12/06ના રોજ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી, જેમાં અનેક નિર્દોષ મુસાફરોના મોત નીપજ્યા છે. અમદાવાદ પ્લેન ક્રેશમાં 241 મુસાફરો ઉપરાંત કેટલાક રેસીડેન્ટ ડોકટરો તેમજ સ્થાનિક લોકોના મૃત્યુ થયા છે. ત્યારે એર ઈન્ડિયાએ ટ્વીટ કરી અગત્યનો નિર્ણય લીધો છે કે એર ઈન્ડિયા મૃતકોના પરિવારજનોને મળશે તાત્કાલિક રૂપિયા ૨૫ લાખનું વળતર આપશે. આ પહેલા ટાટા ગ્રૂપના ચેરમેન શ્રી એન. ચંદ્રશેખરે જાહેર કર્યું હતું કે:“વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના પરિવારને ₹1 કરોડની સહાય આપવામાં આવશે. ઉપરાંત, ઘાયલ થયેલા લોકોના તમામ સારવાર ખર્ચની જવાબદારી ટાટા ગ્રૂપ ઉઠાવશે.”
#ImportantUpdate
Air India stands in solidarity with the families of the passengers who tragically lost their lives in the recent accident. Our teams on the ground are doing everything possible to extend care and support during this incredibly difficult time.As part of our…
— Air India (@airindia) June 14, 2025
ગુરુવારે બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું. તેમાં 12 ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા. અત્યાર સુધીમાં ફક્ત એક જ લોકો આ દુર્ઘટનામાં બચી શક્યા છે. બાકીના બધાના મોત થયા છે. ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક રમેશ વિશ્વાસ કુમાર, જે વિમાનની સીટ નંબર 11-A પર બેઠેલા હતા, તે અકસ્માતમાં બચી ગયા હતા. તેમનો વીડિયો પણ સામે આવ્યો છે.
એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI-171 અમદાવાદથી લંડન જઈ રહી હતી. તેમાં કુલ 230 મુસાફરો હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. બાકીના 12 ક્રૂ મેમ્બર હતા.