Vijay Rupani સાથે 25 વર્ષ ડ્રાઈવરની નોકરી કરનારએ ભીની આંખે જૂની યાદોથી લઇ અંતિમ સફર સુધી…
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અચાનક મૃત્યુથી સૌ કોઈ શોકમગ્ન છે.ત્યારે વિજય રૂપાણીના ડ્રાઈવરે પણ શોકની લાગણી વ્યક્ત કરતા કહ્યું કેરૂપાણી સાહેબ સાથે લગભગ 25 વર્ષ મેં નોકરી કરી. 1999 થી લઈ અને 2025 સુધી મે સાહેબ સાથે ડ્રાઈવિંગની નોકરી કરી. સાહેબ સંગઠનમાં હતા માટે એને ગુજરાત ગુજરાત બહાર રાજસ્થાન ને બધે જવાનું થાય તો હું સાથે જ જતો. પિક્ચરના જૂના ગીતો ગાવાનો સાંભળવાનો બહુ શોખ હતો સાહેબને. સાહેબ મારી બાજુમાં આગલી સીટમાં જ બેસતા.
એ વેગન આર ગાડી આવ્યા પછી સાહેબની બહુ તરક્કી થઈ. સાહેબના ફેમિલીમાં બહુ સારું થયું, પરિસ્થિતિ બહુ સારી થઈ, આર્થિક રીતે બહુ સારું થયું. એટલે 1206 એનો લકી નંબર હતો. ત્યાર પછી એ બધા વાહનોમાં એ 1206 નંબર જ લે.
આ સમાચાર મળ્યા ત્યારે હું થોડીવાર તો એમ કે માનવા તૈયાર ન મારું દિલ છે ને માનવા આ તૈયારનું હતું. આવું કોઈ દિવસ ના બને. મને એક પરિવારના સભ્યની જેમ સાચવે. એમ કહેતા કે રવજીભાઈ આપણે થોડું વધારે ફર્યા છીએ તો તમે આરામ કરી લેજો કલાક મોડા જાગજો.
આ પણ વાંચો- Ahmedabad plane crash માં Vijay Rupani ની અણધારી વિદાયથી બાળપણના મિત્ર જૂની વાતો વાગળતાં થયા…