Ahmedabad plane crash : ઘટનાના 24 કલાક બાદ પણ સ્વજનોને આશા છે કે મારો પરિવાર આમ ક્યાંક જીવિત…
અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયાના પ્લેન ક્રેશમાં ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા. ઘણા લોકોને હજી પોતાના સ્વજનોના મૃતદેહો પણ નથી મળ્યા. ઘણા લોકો સ્વજનોને હજી પણ શોધી રહ્યા છે.ઘણા લોકો હજી પણ એવી ઉમીદમાં બેઠા છે કે હજી ક્યાંક કોઈક રીતે અમારા સ્વજનો બચી ગયા હશે. ત્યારે અમુક લોકો પોતાના સ્વજનોને શોધવા મીડિયા પાસે પણ આજીજી કરી રહ્યા છે.
ત્યારે ત્યાના લોકો સાથે વાત કરતા તે જણાવે છે કે અંદર મારા મમ્મી અને મારી બે વર્ષની બેબી છે. તેઓ અંદર મેસમાં બીજે મેડિકલના યુજી સ્ટુડન્ટોનો રાસોઈ બનાવાનું કામ કરે છે. અમે હું અને મારી વાઈફ અને મારા પપ્પા અમે ડોક્ટરો અને રેસિડન્ટ ડોક્ટરોને ટિફિન સર્વિસનું કામ કરી છીએ. સિવિલ હોસ્પિટલમાં અમે એક વાગ્યા જેવા ટિફિન ભરીને નીકળી ગયા હતા, અને દોઢ વાગ્યા પછી આ ઘટના બની. અમે પીજીમાં ટિફિન આપતા હતા ત્યારે. ઉપર ધુમાડા ઉડતા હતા.
અમને એવું લાગ્યું કે 1200 બેડમાં આગ લાગી છે એટલે અમે ટિફિન મૂકીને ફટાફટ રિક્ષામાં ટિફિન લઈને અમે અહીયાં જોવા આવ્યા. તો ત્યારે ખબર પડી કે વિમાન ક્રેશ થયું છે. અહીંયા બધા કેટલા સળગેલા, કેટલા મરી ગયેલા, કેટલા બધા રોડ ઉપર પડેલા હતા, ફાયર બ્રિગેડની ટીમો હતી.
પછી અમે સિવિલ હોસ્પિટલે તપાસ કરી. સિવિલ હોસ્પિટલમાં પણ તપાસ કરીને આવેલા ડોક્ટરોએ જેટલા વોર્ડ લખીને આપ્યા હતા બધા વોર્ડમાં જઈને જોયું. પછી નોંધણી કરાવીને આવ્યા ત્યાં પણ કોઈ જવાબ નથી મળ્યો. અમે ખાસ રિક્વેસ્ટ કરીને એક બેનને લઈને ગયા છે હવે કારણ કે ત્યાં આગળ જે મમ્મી બનાવે છે જમવાનું તેની બાજુમાં એક સીડી પડે છે, કદાચ અમારી આશા એવી છે કે કદાચ એ સીડીમાં ઉતરી ગયા હોય અને કોઈ પણ હાલતમાં અમને મળી રહે તો બસ.
આ પણ વાંચો- Plane Crash: AIR INIDA ની આ જ ફ્લાઇટમાં આવેલા વ્યકતિએ Boeing 787 ની ફ્લાઈટના કર્યા અનેક મોટા ખુલાસા