Plane Crash: AIR INIDA ની આ જ ફ્લાઇટમાં આવેલા વ્યકતિએ Boeing 787 ની ફ્લાઈટના કર્યા અનેક મોટા ખુલાસા
અમારી સાથે એ વ્યક્તિ જોડાયેલા છે જે થોડા દિવસ પહેલા જ એ કેનેડાથી એર ઇન્ડિયાની 787 બોઈન પ્લેન હતું તેની અંદર તે મુસાફરી કરી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. આવનારી 13 તારીખે પણ એ વ્યક્તિની આ ફ્લાઈટની ટિકિટ છે. એર ઇન્ડિયા બોઈંગ ફ્લાઈટ 787 ની અંદર જ પોતે ફરીથી એ ઉડાન ભરી અને પોતાના અભ્યાસ માટે એ ફરીથી કેનેડા જવાના છે.
અમારી સાથેની વાતચીતમાં તેઓ એ મોટા ખુલાસા કરતા કહ્યું કે બે વાગે હું આરામમાં હતો ત્યારે મને મારા પપ્પાનો કોલ આવ્યો.ન્યુઝ ચેનલ ઓન કર અમદાવાદ ટુ લંડનની ફ્લાઈટ ક્રેશ થઈ ગઈ. તો ખબર પડી કે B.J. મેડિકલ કોલેજ હોસ્ટેલમાં ફ્લાઈટ ક્રેશ થઈ છે. એર ઇન્ડિયાના આવા ઘણા બધા કિસ્સા પહેલા થઈ ગયેલા હતા.
આમાં જ હવે આનો હજી એક પર્સનલ કિસ્સો કે હું જ્યારે ઇન્ડિયા આવતો હતો ત્યારે મેં કેનેડામાં મારા મારા મિત્રને પૂછ્યું કે ભાઈ હું ઈન્ડિયા જાઉં છું. એને મને પહેલો પ્રશ્ન પૂછ્યો કે તું એર ઇન્ડિયામાં તો નથી જાતો ને? એટલે મેં કીધું હું એર ઇન્ડિયામાં જ જાવ છું. તે કે એર ઇન્ડિયામાં ધ્યાન રાખજે.
તેને મને એવું કીધું કે મારા હું જે ફ્લાઈટ ક્રેશ થઈ બોઈંગ 787 ફ્લાઈટમાં ગયો હતો. મારો મિત્ર જે ફ્લાઈટમાં ગયો તો એમાં વચ્ચે આગ લાગી ગઈ હતી. અંદર જ આગ લાગી અને બુજાવી પણ દીધી હતી. બધાય મેમ્બર્સ અને સ્ટાફે ફાયર સેફટીથી આગ બુઝાવી પણ દીધી હતી. પણ આ કિસ્સો બન્યો હતો.
એ પછી મેં જોયું કે બોઈંગ 787 શું છે? તો મને આવી ખબર પડી કે અત્યારે બોઈંગ પર 7 કેસ ચાલી રહ્યા છે. એ કેસ કરવાવાળો એનો જ એક મેમ્બર હતો જે ક્વોલિટી એન્જિનિયર હતો, એનું નામ હતું સેમ સલેપુર. અત્યારે ઓનગોઈંગ કેસ છે. હવે એ કેસમાં એવું બધું બોલેલું છે કે જે વર્કર્સ છે ત્યાના બોઈંગ 787ના જે ત્યાં કામ કરી રહ્યા છે એ લોકો કામ સરખું નથી કરી રહ્યા. એ લોકો ઝડપી ઝડપી કરવાને કારણે જૂની જૂની વસ્તુઓ ફિટ કરી રહ્યા છે. અને વસ્તુઓને લેવલમાં લાવવા માટે એ લોકો મશીનરી યુઝ નથી કરતા, એ લોકો પોતે કૂદકા મારે છે.
આ એના ન્યુઝના રિપોર્ટમાં પણ લખેલું છે. હવે આ 2024 પહેલા એક જોન બાર્નેટ કરીને હતો, એ પણ આનો એન્જિનયર હતો. એ ચેકિંગ હેડ એન્જિનિયર હતો. એને આ બોઈંગ 787 માટે કહ્યું કે ફયુલ જે એ લોકો યુઝ કરે છે એ ખરાબ ગુણવત્તાનું હોય છે. મિડ એરમાં પ્લેન પછી ઊભું રહી જાય.
એના બોઈંગ 7 કારખાનામાં રેડ પાડી કે કેવી રીતના ચેકઅપ કરે છે? ત્યારે તેના કર્મચારીઓને એક જ પ્રશ્ન પૂછ્યો કે તમે શું આ પ્લેનમાં બેસશો? તો બધા એના વર્કરે ચોખી ના પાડી કે અમે આ પ્લેનમાં કોઈ દીવસ નહિ બેસીએ.અમે એનું કામ કરી છીએ પણ આ એટલું ખતરનાક છે કે,આના બધાય પાર્ટસ જૂના વાપરે છે. ફ્યુલના પૈસા બચાવવા માટે બધી ઘણી બધી આમાં બેદરકારીઓ કરે છે.
આ પણ વાંચો- Ahmedabad Plane crash દુર્ઘટના બાદ Black Box કેમ સૌથી મહત્વનું, તેમાં શું હોય છે?