Ahmedabad Plane crash દુર્ઘટના બાદ Black Box કેમ સૌથી મહત્વનું, તેમાં શું હોય છે?

Ahmedabad Plane crash
Ahmedabad Plane crash દુર્ઘટના બાદ Black Box કેમ સૌથી મહત્વનું, તેમાં શું હોય છે?

અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનાએ તમામ લોકોને શોકમાં નાખી દીધા છે. પરંતુ આ ક્રેશમાં શું થયું હતું? છેલ્લી મિનિટોમાં શું થયું હતું? આ તમામ વાત એ બ્લેક બોક્સમાં જાણવા મળશે. હજુ પણ એક બ્લેક બોક્સનો ભાગ નથી મળતો, પરંતુ બીજા બ્લેક બોક્સનો ભાગ મળી ગયો છે.

આ બ્લેક બોક્સમાં શું હોય છે?

બ્લેક બોક્સ એ મુખ્યત્વે વિમાન એટલે કે એરક્રાફ્ટમાં લાગતું એક એવું ઉપકરણ કે જે વિમાનમાં ઉડાન દરમિયાન તપાસ અને તમામ મહત્વપૂર્ણ ડેટાને રેકોર્ડ કરે છે. બ્લેક બોક્સ વાસ્તવમાં બે ભાગો ધરાવે છે. એક CVR અને એક FDR. આ બંને મળી બ્લેક બોક્સ તરીકે ઓળખાય છે.

તેનું મુખ્યત્વે કાર્ય વિમાનની કોઈ દુર્ઘટના પછી તેની તપાસમાં ખૂબ મદદરૂપ થાય છે. પહેલી વાત  એટલે કે પાયલટ કોપાયલટ અને એર ટ્રાફિક કંટ્રોલ વચ્ચેના વાતચીત છે તે CVRમાં રેકોર્ડ થાય છે. કોકપીટની અંદર થતા અવાજો એલાર્મ અવાજ વગેરે તેમાં રેકોર્ડ છે. સામાન્ય રીતે છેલ્લા બે કલાક સુધીનો અવાજનો સંગ્રહ CVRમાં થાય છે.

FDR ની વાત કરવામાં આવે તો વિમાનની ઊંચાઈ, સ્પીડ, એન્જિન સ્થિતિ, દિશા ફ્લેપ, તેની સ્થિતિ વગેરે લગભગ 88 થી વધુ પેરામીટરને રેકોર્ડ છે. છેલ્લા ઘણાક કલાકોનો ડેટા સંગ્રહ પણ તેમાં કરવામાં આવે છે. અલગ અલગ મોડલ પ્રમાણે 25 થી 48 કલાક સુધીનો સંગ્રહ FDRમાં થાય છે.

જો તેની ખાસિયતની વાત કરીએ તો ખૂબ જ મજબૂત મટીરિયલ માંથી બનેલું હોય છે. 1100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને પાણીની ઊંડાઈમાં પણ તે બચી શકે છે. અકસ્માત પછી શોધી કાઢવા માટે તેમાં ઓરેન્જ કલર હોય છે, ભલે નામ તેનું બ્લેક બોક્સ હોય.

દુર્ઘટનાનું સાચું કરણ શું હતું તેને જાણવા માટે આ બ્લેક બોક્સ ખૂબ મદદરૂપ થાય છે. વિમાનની ટેકનિકલ ખામીઓ કે પાયલટની ભૂલ વિશે માહિતી પણ આ બ્લેક બોક્સમાંથી મળી રહે છે. ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને ટાળવા માટે શું કરવું જોઈએ તેની પણ માહિતી છે તે બ્લેક બોક્સ છે તે આપે છે.

હાલ તો શેના કારણે અમદાવાદની આ ફ્લાઈટ ક્રેશ થઈ હતી. શું કારણ થયું હતું તે તમામ રાજ છે તે આ બ્લેક બોક્સમાં છુપાયેલા છે. બ્લેક બોક્સ મળી ગયું છે. બ્લેક બોક્સ ATSએ કબજામાં પણ લઈ લીધું છે.

આ પણ વાંચો- મને તેમનું એકવાર મોઢું બતાવો, અંજલીબેન રૂપાણી આટલું જ બોલ્યા અને…ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યાં – Vijay Rupani

 

Scroll to Top