Ahmedabad plane crash ઘટનામાં પોતાના સ્વજનોને શોધવા મદદ માટે ધ્રુસકે…ધ્રુસકે રડી રહ્યો છે

Ahmedabad plane crash
Ahmedabad plane crash ઘટનામાં પોતાના સ્વજનોને શોધવા મદદ માટે ધ્રુસકે…ધ્રુસકે રડી રહ્યો છે

અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા. ઘણા લોકોને હજી પોતાના સ્વજનોના મૃતદેહો પણ નથી મળ્યા. ઘણા લોકો સ્વજનોને હજી પણ શોધી રહ્યા છે.ઘણા લોકો હજી પણ એવી ઉમીદમાં બેઠા છે કે હજી ક્યાંક કોઈક રીતે અમારા સ્વજનો બચી ગયા હશે. ત્યારે અમુક લોકો પોતાના સ્વજનોને શોધવા મીડિયા પાસે પણ આજીજી કરી રહ્યા છે.

અમારી ચેનલના રિપોર્ટર સાથે એક વ્યક્તિએ પોતાની વ્યથા કહેતા પોતાના સ્વજનોને શોધી દેવા આજીજી કરી. ત્યારે તે વ્યક્તિએ કહ્યું કે મારા કાકા છે, મારા ભત્રીજા છે, મારા દાદી છે. દાદીએ કીધું કે એટેક આવી ગયો, એવી વાત મળી એટલે મારે દોડીને આવવું પડ્યું. અહિયાં અમારે ચાની હોટલ ચાલે છે, અને સીલીન્ડર ફાટી ગયો છે એવું મને કીધું એટલે મારે આવવું પડ્યું છે.

હું બનાસકાંઠાથી આવ્યો. મેં મોબાઈલમાં જોયું કે આવી વાત થઈ ગઈ છે એટલે મારે અહીંયા આવવું પડ્યું. અહિ અંદર 15-20 સભ્ય હતા, અમારે ચાની હોટલ ચાલે નાસ્તાની લાારી ચાલે છે. ખાલી તપાસ કરાવોને અંદર સાહેબ એક મારા દાદી હતા અને મારી એક કાકી છે એટલું તપાસ કરોને સાહેબ.

આ પણ વાંચો- Vijay Rupani :- પુર્વ મુખ્યમંત્રીની અંતિમ વિધિ રાજકોટમાં જ, આવતીકાલે રાજકોટની તમામ શાળાઓ બંધ પાળશે

Scroll to Top