Ahmedabad Air India Plane Crash : ગુરુવારે બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું. તેમાં 12 ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા. અત્યાર સુધીમાં ફક્ત બે જ લોકો આ દુર્ઘટનામાં બચી શક્યા છે. બાકીના બધાના મોત થયા છે.
સમાચાર એજન્સી ANIએ પોલીસ કમિશનરને ટાંકીને જણાવ્યું હતું કે ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક રમેશ વિશ્વાસ કુમાર, જે વિમાનની સીટ નંબર 11-A પર બેઠેલા હતા, તે અકસ્માતમાં બચી ગયા હતા. તેમનો વીડિયો પણ સામે આવ્યો છે. એક અન્ય બચી ગયેલા મુસાફરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અગાઉ APએ કહ્યું હતું કે વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા હતા.
એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI-171 અમદાવાદથી લંડન જઈ રહી હતી. તેમાં કુલ 230 મુસાફરો હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. બાકીના 12 ક્રૂ મેમ્બર હતા.
અમદાવાદ શહેરના મેઘાણીનગર આઇજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. પ્લેન ક્રેસમાં 50 લોકોના મૃતદેહોને બહાર કઢાયા છે, જ્યારે આ સંખ્યા હજુ પણ વધી શકે એવી આશંકા છે. ઇજાગ્રસ્ત અને મૃતદેહોને હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા છે. હોસ્પિટલમાં ચારે તરફ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. એક બાદ એક મૃતદેહો ભરેલી એમ્બ્યુલન્સ સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાં મોકલવામાં આવી રહી છે