વિસાવદરની ચૂંટણીમાં ભાજપે Jayesh Radadiya ને મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. જે અંતર્ગત તેઓ વિવિધ વિસ્તારોમાં જઈને પ્રચાર કરી રહ્યા છે. તેમણે ગામમાં સભાને ગજવતા કહ્યું કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી એ આખી એક અલગ પ્રકારની ચૂંટણી છે. તમારી સૌની વચ્ચે આજે એટલા માટે એક અપેક્ષા લઈને આવ્યા છે કારણ કે આ પેટા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ એક મજબૂત ઉમેદવાર Kirit Patel ના રૂપની અંદર તમને આપ્યા છે. લોકશાહીમાં રાજનીતિની અંદર ચૂંટણીઓ તો અમે અનેક જોઈ છે.
તેમણે આપના ઉમેદવાર Gopal Italia ને આડે હાથ લેતા કહ્યું કે અહીં બે મહિનાથી અમુક લોકોએ આવી અને કાયદેસર આપણે દેશી ભાષામાં કહીને તો કે ઉપાડો લીધો છે. અમે તો વર્ષોથી રાજનીતિમાં છીએ. અમે બધા કેટલી ચૂંટણી લડ્યા છે. કેટલી લડાઈ છે પણ ઉપાડો લીધો હોય ને એવી ચૂંટણી ક્યાય હજી જોઈ નથી.