અમરેલીના જાફરાબાદમાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાધી

– 5 વાગ્યે નરભક્ષી સિંહણને પકડવામાં વનવિભાગને મળી સફળતા
–  નરભક્ષી સિંહણે 7 વર્ષીની બાળકીને સિંહણે ફાડી ખાધી
– ત્રણથી ચાર કલાકના સખત મહેનત લાગી

અમરેલીના જાફરાબાદમાં ખાલસા કંથારીયા ગામે નરભક્ષી સિંહણે 7 વર્ષીની બાળકીને સિંહણે ફાડી ખાધા બાદ વનવિભાગે રેસ્કયુ ઓપરેશન હાથ ધરીયું હતું. આ સિંહણે વ્હેલી સવારે 5 વાગ્યે નરભક્ષી સિંહણને પકડવામાં વનવિભાગને સફળતા મળી હતી. અમરેલી વનવિભાગે થર્મોલ કેમેરા વડે ગીચ ખેતીપાક વચ્ચે સિંહણનું લોકેશન રાખી ટ્રાન્ગ્યુંલાઇજ કરી બેભાન કરી પાંજરે પૂરવામાં આવી હતી. આ સિંહણ પાંજરે પુરાતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ત્રણથી ચાર કલાકના સખત મહેનત લાગી

વનવિભાગના ડી.સી.એફ. જયંત પટેલે કહ્યું કે, અલગ અલગ ત્રણ રેન્જના સ્ટાફ સાથે મળીને રેસ્કયું કર્યું હતું. આ ઉપરાંત સાથે વેટેરનિંટી ડૉકટર સાથે રાખવામાં આવ્યા હતા. થર્મોલ ડ્રોન કેમેરા દ્રારા લોકેશન કેપ્સર કરવામાં આવ્યું ત્યારબાદ અંદાજીત ત્રણથી ચાર કલાકના સખત મહેનત બાદ સિંહનું રેસ્કયું થયું હતું.

Scroll to Top