Pratap Dudhatએ ચાલુ ભાષણે Arvind Kejriwal અને Gopal Italia ને લીધા આડેહાથ

Arvind Kejriwal
Pratap Dudhatએ ચાલુ ભાષણે Arvind Kejriwal અને Gopal Italia ને લીધા આડેહાથ

વિસાવદરમાં ચુંટણીનો જંગ જામ્યો છે. ત્યારે કોંગ્રેસ પણ મેદાને આવી ગયું છે. કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે  AAP અને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે” ભારતીય જનતા પાર્ટીના જ્યારથી આજના પીએમ ત્યારના સીએમ ગુજરાતની ધરા સંભાળીને વિવિધ રાજકીય હતકંડા અપનાવ્યા અને લોકશાહીની અંદર તમે કલ્પના ન કરો એ પ્રકારના રાજકારણની શરૂઆત થઈ.”

ગોપાલ ઈટાલીયા અને આમ આદમીપાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે “આ ઇલેક્શન કોણ કોણ લાવ્યું? કેમ આવ્યું? કોણે રાજીનામા આપ્યા? કઈ રીતના રાજીનામા આપ્યા? આ વિચારવો ખૂબ જ જરૂરિયાત છે. ગોપાલભાઈની ઉત્પત્તિ અહિયા શું કામ થઈ?કોણે એને મોકલ્યા? શું કામ અહિયા આવ્યા? આમાં પણ ઊંડાણમાં જવું ખૂબ જ જરૂરિયાત છે.

2017 ની અંદર આખા ગુજરાતે એક અવાજ ઉભો કર્યો અને કોંગ્રેસ પાર્ટી સફળતા સુધી પોગવાની તૈયારી થઈ ત્યાં સુરત આવતા થોડોક બંપ ફાવ્યો અને બંપ ફાવતા એક થોડીક સીટ માટે કોંગ્રેસ રહી ગઈ અને પછી જોડ તોડનું રાજકારણની શરૂઆત થઈ એમાં વિસાવદરનો પણ ભોગ લેવાણો ગુજરાતનો પણ ભોગ લેવાણો.

જે પ્રમાણે હરિયાણામાં કોંગ્રેસની સરકાર બની હતી, ખેડૂતોએ 700 ખેડૂતોએ દિલ્હીની બોર્ડર ઉપર પોતાની શહીદી વોરી એક વર્ષ સુધી આંદોલન કર્યું. એક વર્ષે ત્રણ કાળા કાયદા પાછા ખેસાડાયા. આ કેજરીવાલ સાફ સુથરો ચહેરો ગરીબોનો ચહેરો ગરીબોનો બેલી આવા સૂત્રો લઈ તમારી વચ્ચે પડીકા મૂકી સોશિયલ મીડિયાથી માર્કેટિંગથી તમારા માઈન્ડને વોશ કરે છે. અને આ Arvind Kejriwal દારૂ કાંડની અંદર જેલમાં જાય એને પાછો બારો કાઢે એને હરિયાણામાં આખી કોંગ્રેસ સરકારની સામે એની પાસે કઈ તળિયું નહતું. આખી કોંગ્રેસ સરકાર ઉથલાવી નાખી. આ ગોપાલ ઇટાલિયાને પણ એ જ પ્રમાણે લોન્ચ કરવામાં આવે છે.”

આ પણ વાંચો-Harsh Sanghavi એ Gopal Italia ના આરોપો સામે સણસણતો જવાબ આપ્યો

 

Scroll to Top