Hiralba Jadeja: સાયબર ફ્રોડના ગુનામાં જૂનાગઢ SOGએ કરી ધરપકડ

Hiralba Jadeja

પોરબંદર અને કુતિયાણાનું ખૂબ ચર્ચિત નામ એવા Hiralba Jadeja ઉપર એક બાદ એક ફરિયાદો દાખલ થઈ રહી છે. પોરબંદર બાદ હવે જૂનાગઢ પોલીસ પણ એક્શનમાં આવી છે. થોડા દિવસ પહેલા Junagadh Police ને એવી શંકા હતી કે હિરલબા જાડેજા દ્વારા અલગ અલગ એકાઉન્ટ ખોલાવી તેમાં સાયબર ફ્રોડ કરવામાં આવે છે. આ તપાસને અંતે જ્યારે તેમના સુરત પેલેસ ખાતે પણ પોલીસ પહોંચી હતી. ત્યારે તેમને અલગ અલગ બેંક એકાઉન્ટની પાસબુક મળી છે. આ સાથે જૂનાગઢની અંદર 22 જેટલા જે એકાઉન્ટ બનાવવામાં આવ્યા હતા.

અને એક જ GST નંબર સાથેની ઊભી કરાયેલી પેઢીઓના નામ પણ મળ્યા. પોલીસે જ્યારે આમાં વધુ તપાસ કરી ત્યારે ખબર પડી કે 22 જેટલા એકાઉન્ટ એમને ખોલાવ્યા હતા. અલગ અલગ વ્યક્તિઓના નામે એકાઉન્ટ ખોલાવી અને બીજા રાજ્યોમાંથી પૈસાની લેતી દેતી કરતા હતા. પૈસાની લેતી દેતીમાં કરોડો રૂપિયાનું તેમને ફ્રોડ કર્યું છે, એવા આરોપો પણ તેમની ઉપર લાગ્યા હતા. જૂનાગઢ પોલીસની તપાસમાં વધુ શું ખુલાસો થયો તે વિશે જાણો આ વીડિયોના માધ્યમથી.

 આ પણ વાંચો – Hiralba Jadeja: 20 કરોડના સાયબર ફ્રોડમાં વધુ એક ફરિયાદ દાખલ

Scroll to Top