CR PATILના નિવેદનનો બાદ Gopal Italia એ વળતો જવાબ આપ્યો
ભાજપની એક સભા હતી અને સભા દરમિયાન સી.આર. પાટીલે એક નિવેદન આપ્યું હતું કે “એ ભાઈ જે દિલ્હીથી આવ્યા હતા એ તો અહીં ચેલેન્જ આપીને ગયા કે હવે આ ઉમેદવાર છે એને ખરીદી જુઓ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તમારે આ ચેલેન્જ ઉપાડી લેવાની છે”
આ નિવેદનના જવાબમાં Gopal Italiaએ એક વિડીયો બનાવ્યો.જેમાં તેણે કહ્યું કે “જ્યાં સુધી ખરીદી શક્ય હતી, ત્યાં સુધી પાટીલ સાહેબે કોઈ કાર્યકર્તાને એક પણ વખત પૂછ્યું નથી. એક પણ કાર્યકર્તાની વાત સાંભળી નથી. ખરીદી શકાય એટલો માલ ખરીદી લીધો ગુજરાતભરમાંથી. 60 કરતાં વધુ કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લાવી મંત્રી બનાવ્યા, બોર્ડ નિગમના ચેરમેન બનાવ્યા, જિલ્લાના હોદ્દેદારો બનાવ્યા, ડેરીમાં અને જિલ્લા સહકારી બેંકોમાં હોદ્દાઓ આપ્યા, એના સિવાય સંગઠનમાં પણ અનેક મોટા મોટા હોદ્દાઓ આપ્યા.
જેટલો માલ ખરીદી શકાય એમ હતો પાટીલ સાહેબથી એ બધો જ માલ ખરીદી અને જાણે ગુજરાત આખું કબ્જે કરવાનું હોય એટલી હદે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં લાવી અને માથે બેસાડવાનું કામ સીઆર પાટીલે કર્યું.
આજ જ્યારે ખરીદી ન શકાય એવો આગેવાન આવ્યો છે, ત્યારે હવે સીઆર પાટીલ એમ કહે છે કે કાર્યકર્તાઓ આ ચેલેન્જ તમે ઉપાડી લેજો. કેમ કે સીઆર પાટીલથી ગોપાલ ઈટાલિયા ખરીદી શકાય એમ નથી. રોકડેથી મળતો હોત તો લઈ લીધો હોત, તો ભાજપના કાર્યકર્તાને કઈ પૂછવાનું નથી. આ ખરીદી શકાય એમ નથી એટલે હવે આને તમે જોઈ લો ભાજપના કાર્યકર્તાને સીઆર પાટીલ શું સમજે છે?
કિરીટભાઈ પટેલ 10 વર્ષથી જૂનાગઢ જિલ્લા સંગઠનના અધ્યક્ષ છે. જ્યારે જ્યારે સંગઠનની અંદર હોદ્દા આપવાની વાત આવી, ત્યારે કિરીટભાઈએ કયા ભાજપના સનિષ્ઠ, આબરૂદાર, ઈમાનદાર, અને વફાદાર નેતાને તક આપી? કિરીટભાઈએ પણ 10 વર્ષમાં માત્ર માથાભારે માણસોને ગુંડાઓને પોતાના મળતિયાઓને અને પોતાના સગાઓને જ તક આપી, ત્યારે તો જૂનાગઢ જિલ્લાનો એક પણ સારો કાર્યકર્તા યાદ ન આવ્યો. આ 10 વર્ષમાં કિરીટભાઈએ પણ કાર્યકર્તાની સંભાળ નથી લીધી.
એને એવો સબક શીખવાડો કે હવે પછી જે કોઈ પ્રમુખ આવે એ ભાજપના સજ્જન કાર્યકર્તાઓની અવગણના કરવાની હિંમત ન કરે. કિરીટ પટેલને એવી સબક શીખવાડો કે જેણે દસ દસ વર્ષ સુધી ભાજપના કાર્યકર્તાનું શોષણ કર્યું, અપમાનિત કર્યા, અન્યાય કર્યો અને એવા કાર્યકર્તાઓને હવે સબક શીખવાડો. કિરીટભાઈને અને સીઆર પાટીલને બંનેને એક ઘાયે બે પક્ષી મારવાનો સારામાં સારો સમય આવ્યો છે.
આ પણ વાંચો- Ribda: Amit Khunt કેસમાં સગીરાના વકીલએ કર્યા ચોંકાવનારા ખુલાસા