અભિષેક બચ્ચન અને નિમરત કૌર વચ્ચે ઈલુ ઈલુ, જોણો કેમ ઉડી અફવા

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન તાજેતરમાં તેની પુત્રી આરાધ્યા અને માતા બ્રિન્દા રાય સાથે એક ખાનગી બર્થડે પાર્ટીમાં જોવા મળી હતી, જ્યાં અભિષેક બચ્ચનની ગેરહાજરીએ ફરીથી છૂટાછેડાની અફવાઓને વેગ આપ્યો છે. આ પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં ઐશ્વર્યા તેના સંબંધીઓ સાથે જોવા મળી હતી, પરંતુ ફેમિલી ફોટોમાંથી અભિષેક બચ્ચન ગાયબ હતો.

અભિષેક અને ઐશ્વર્યાના છુટાછેડાની અફવા

ઐશ્વર્યાના કઝીનની બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ તસવીર ઐશ્વર્યાના કઝીને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. આ તસવીરોમાં, આરાધ્યા તેની સ્કૂલની જર્સીમાં જોવા મળી હતી અને લોકોએ ઐશ્વર્યાના સિમ્પલ લુકની પ્રશંસા કરી હતી. પરંતુ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે અભિષેક બચ્ચનની ગેરહાજરી પર સવાલ પણ ઉઠાવ્યા હતા.

અભિષેકે છૂટાછેડા સાથે જોડાયેલી એક પોસ્ટ લાઈક કરી

ઐશ્વર્યા અને અભિષેકના લગ્ન 2007માં થયા હતા. 2011માં તેમની પુત્રી આરાધ્યાનો જન્મ થયો હતો. ઐશ્વર્યા અને અભિષેકના છૂટાછેડાની અફવાઓ જુલાઈ 2024થી ચાલી રહી છે, જ્યારે ઐશ્વર્યા અનંત અંબાણીના લગ્નમાં બચ્ચન પરિવારથી દૂર જોવા મળી હતી. તેમજ અભિષેકે છૂટાછેડા સાથે જોડાયેલી એક પોસ્ટ લાઈક કરી. ત્યારપછીથી તેમના છૂટાછેડાની અફવાઓ શરુ થઈ હતી. તાજેતરના મહિનાઓમાં પણ આ દંપતી વારંવાર અલગ જોવા મળી રહ્યા છે.

અભિનેત્રી નિમરત કૌર વચ્ચે અફેરની અફવાઓ

થોડા દિવસો પહેલા અભિષેક અને અભિનેત્રી નિમરત કૌર વચ્ચે અફેરની અફવાઓ પણ સામે આવી હતી. જો કે, બંનેએ આ અફવાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ સોશિયલ મીડિયા પર આ અંગે ઘણી ચર્ચા થઈ રહી છે.

 

 

Scroll to Top