Visavadar માં જનતાના મુદ્દાની જગ્યાએ ધર્મના નામે રાજકારણ કેમ?

VISAVADAR

Visavadar માં જનતાના મુદ્દાની જગ્યાએ ધર્મના નામે રાજકારણ કેમ?

Visavadarમાં ચૂંટણીનો માહોલ ખુબ જામ્યો છે ત્યારે હવે સાધુ અને સંતો પણ મેદાને આવી ગયા છે.

થોડા દિવસ પહેલા ભાજપના પૂર્વ સાંસદ મહેશગીરી બાપુ નો એક વિડીઓ વાઈરલ થયો હતો, જેમાં તેઓએ આપ ના ઉમેદવાર Gopal Italiaના જુના વિડીઓ કે જેમાં તેઓ હિંદુ ધર્મ વિરોધી ટીપ્પણીઓ આપતા હોય એ સામે આવ્યા હતા. જે બાદ બીલખા કિન્નર અખાડાના ગાદીપતિ નીલમ દે માતાજીનો પણ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ  વિડીઓ સામે આવ્યો હતો. તો પ્રશ્ન એ થાય કે શું હવે રાજકારણ ધર્મના નામે રમાશે?

આ મુદ્દે અમે વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત સાથે વાત કરી. જેમાં તેઓએ કહ્યું કે ભુતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને જ વિસાવદર અને ભેસાણના મતદારો બહુ સંવેદનશીલ છે.તમે ખાલી લોકોની વચ્ચે જઈ અને એનો વિશ્વાસ સંપાદન જો કરશો ને તો જ તમને લોકો મત આપશે. ખાલી વચનો આપશો ધર્મની સાથે રહેશો તો એની અસર થોડી પડે.

હું સમજું છું કે ધર્મ છે ને એ આપણા સમાજનો એક અભિન્ન અંગ છે. ધર્મની અસર ચોક્કસ પડશે, પણ રાજનીતિમાં ધર્મને લઈને ચાલો તો તમે સંપૂર્ણ સફળ થાવ એ વાત મારા માટે પ્રશ્નાર્થ છે. એ એનું રાજ એ વિસાવદરના ઉમેદવારોનું ભવિષ્ય નક્કી ધર્મ નહી કરે. વિસાવદરના ઉમેદવારોનું ભવિષ્ય ગામડાના ખેડૂતો કરશે જે ઉમેદવાર ગામડાના ખેડૂતોને એના ખેતરમાં ગામને ચોરે એને ઘરે જઈને ચા પીવા જશે, એના દુઃખ દર્દ સાંભળશે ને એ ઉમેદવાર વિજેતા થશે.

આ પણ વાંચો-  Visavadarમાં Patidar Samaj નક્કી કરશે ધારાસભ્ય ?

વિસાવદર અને ભેસાણ પંથકમાં સેવા ક્ષેત્રમાં અનક્ષેત્રમાં અને શિક્ષણ ક્ષેત્રમાં સાધુઓનું એટલે ધર્મનું જબ્બર કામ કરે છે. ત્યાં એટલે સ્વાભાવિક છે કે ધર્મની વાતમાં લોકો થોડા એની અસર થવાની. પણ આપ માનો છો એ પ્રકારની અસરો ન થાય. તમે ધર્મને નામે મત લેવા નીકળો તો ધર્મને નામે મતો મળે કેટલા એ પ્રશ્ન છે. તમે ખાલી ધર્મને લઈને ચાલશો એટલા કે તમારો ધર્મ સેવા ધર્મ છે લોકોની સેવા કરવાનો તમારો સાચો ધર્મ છે.

જ્યારે કોઈ ઉમેદવાર ફક્ત ધર્મને નામે મત લેવા નીકળે તો એ મતની અસર કેટલી થશે ને એ વાત હવે પછી જ્યારે રિઝલ્ટ આવશે એ નક્કી કરશે. વિસાવદરના લોકો કે ભેસાણના લોકો કોઈ ધર્મ તરફ ઢળીને જંગી બહુમતીથી કોઈ ઉમેદવારને ચૂંટી કાઢે એ વાત એ વાત કોઈના ગળામાં ઉતરે ને ભૂતકાળની ચૂંટણીઓમાં પણ ક્યારેય ધર્મને ચાલીને કોઈ ઉમેદવાર જીતા હોય એવું મને યાદ નથી.

Scroll to Top