શું તમારો ફોન હેંગ થવા લાગ્યો છે, તો આ અજમાવો આ પદ્ધતિ

શું તમારો મોબાઇલ ફોન હેંગ થવા લાગ્યો છે.તમે છેલ્લે ક્યારે તમારો ફોન રીસ્ટાર્ટ કર્યો હતો? ઘણા લોકો એવા છે, જેઓ ક્યારેય પોતાનો ફોન રીસ્ટાર્ટ કરતા નથી કારણ કે, તેમને ફોન રીસ્ટાર્ટ કરવો જરૂરી નથી લાગતો. આ જ કારણ છે કે, ઘણી વખત આપણને ફોનની સ્પીડ ધીમી થવા અને ફોન હેંગ થવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આજે અમે તમને જણાવશું કે, કેટલા દિવસો પછી તમારે તમારો ફોન રીસ્ટાર્ટ કરવો જોઈએ જેથી ફોનનો ઉપયોગ કરતી વખતે તમને ક્યારેય કોઈ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. કેટલા સમય પછી મોબાઈલ રીસ્ટાર્ટ કરવો જોઈએ? આ પ્રશ્નનનો જવાબ એ પણ આધાર રાખે છે કે, તમારો ફોન કેટલો જૂનો છે અને તમે તમારા હેન્ડસેટનો ઉપયોગ કેવી રીતે કરોછો?

રીસ્ટાર્ટ કરવાથી મેમરી અને પ્રોસેસરને સારી રીતે કામ કરે

જો તમે ઇચ્છો છો કે, ફોનનું પર્ફોર્મન્સ સારું રહે અને મોબાઇલ ઝડપથી કામકરે તો અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર ફોનને રિસ્ટાર્ટ કરવો જોઈએ. ફોન રીસ્ટાર્ટ કરવાથી મેમરી અને પ્રોસેસરને સારી રીતે કામ કરે છે. આટલું જ નહીં મોબાઈલ ફોન હેંગ થવાની શક્યતા પણ ઘણી ઓછી થઈ જાય છે.

અઠવાડિયામાં એક વખત રીસ્ટાર્ટ કરો

જો તમારો ફોન ધીમી ગતિએ કામ કરી રહ્યો છે, તમે હીટિંગની સમસ્યાનો સામનો કરી રહ્યા છો અથવા તમારો ફોન હેંગ થવા લાગ્યો છે, તો આ બધી સમસ્યાઓ ત્યારે ઊભી થાય છે જ્યારે ફોન રિસ્ટાર્ટ કર્યા વિના લાંબા સમય સુધી ચાલે છે. આ ઉપરાંત તમારી એપ ક્રેશ થવાની અને બેટરી બેકઅપમાં ઘટાડો થવાની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. ફોન પણ એક મશીન છે જેને ઠંડું કરવા માટે ફરીથી ચાલુ કરવાની જરૂર છે. જો તમે આમાંની કોઈપણ સમસ્યાનો સામનો કરી રહ્યાં છો, તો તમે તમારા ફોનને અઠવાડિયામાં એક કરતા વધુ વખત રીસ્ટાર્ટ કરવો જોઈએ.

 

Scroll to Top