વેકેશન હવે ખુલવાની આરે છે, ત્યારે Rajkot ની વિદ્યાર્થીઓના અને વાલીઓનો સળગતો પ્રશ્ન છે કે સ્કૂલ સંચાલકો વિદ્યાર્થીઓને યુનિફોર્મ સ્ટેશનરીને લગતી વસ્તુઓ ચોક્કસ સ્થળ પરથી ખરીદવા ફરજ પાડે છે. NSUI ના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે આ મુદ્દે છેલ્લા આઠવાડિયાથી સતત વિરોધ નોંધાવ્યો છે. ધંધાધારી સ્કૂલો પર અસરકારક કાર્યવાહી કરવા માંગ કરી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ માત્ર નોટિસમાં સંતોષ માણતા મુદ્દે કોંગ્રેસના વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળે ગઈકાલે મુખ્યમંત્રી Bhupendra Patel ને રૂબરૂ મળીને રજૂઆત માટે સમય ફાળવવા અંગે માંગ કરી હતી.
જો કે તેઓને સમય ન ફાળવાતા આજે વિદ્યાર્થી પ્રતિનિધિઓ કાર્યક્રમ સ્થળ પર રજૂઆત માટે પહોંચતા પહેલા જ હાજર રહેલા પોલીસ કર્મચારીઓએ કોંગ્રેસના નેતાઓને NSUI ના લોકો રોહિતસિંહ રાજપૂત સહિત પાંચની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. આ અંગે કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા અને વિદ્યાર્થી નેતા એવું જણાવ્યું હતું કે અમે લોકશાહી ડબે રાજકોટના વાલીઓની વ્યવસ્થાઓ બાબતે મુખ્યમંત્રીનો સમય માંગ્યો, પરંતુ અમને સમય ફાળવ્યો ન હતો. તે દુઃખદ બાબત કહેવાય રાજકોટમાં શિક્ષણ માફિયાઓ બેફામ બન્યા છે. વિદ્યાર્થીઓના વાલીઓ આ મુદ્દે ત્રસ્ત થયા છે તેમ છતાં પણ શિક્ષણ વિભાગ અસરકારક કાર્યવાહી નથી કરી રહ્યું.