ગુજરાતમાં વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી છે અને સૌથી વધુ ચર્ચા એ Visavadar છે. કેમ કે વિસાવદર બેઠા કે જીતવા માટે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ પોતાની છેલ્લી તાકાત લગાવી રહી છે. છેલ્લી તાકાત એટલા માટે કહી રહ્યો છું કેમ કે ત્યાં હવે વર્ચસ્વની લડાઈ છે. જે કોઈ રાજકીય પાર્ટીએ ત્યાં જીતે એને માત્ર 800 દિવસનું શાસન છે. અને 800 દિવસના શાસનની અંદર વિસાવદરમાં શું કઈ કરી બતાવે છે. એના આધાર ઉપર 2027 ની ચૂંટણી લડવા માટેની તૈયારીઓ છે.
વિસાવદર વિધાનસભાની આ પેટા ચૂંટણીમાં Kirit Patel એ થોડા દિવસો પહેલા એક નિવેદન આપ્યું હતું કે હું અહીંથી ધારાસભ્ય બનું કે ના બનું પરંતુ મારે મારા ભાઈ જયેશ રાદડિયાને મંત્રી બનાવવા છે. આ વિસાવદરમાં 800 દિવસની અંદર પેરિસ જેવા રસ્તાઓ બનાવવા છે. 800 દિવસમાં વિસાવદરમાં પેરિસ જેવા રસ્તાઓ બનશે તો હવે કોઈ આઈફેલ ટાવરની મુલાકાતે જવું હોય તો એ પેરિસ જવાની જરૂર નથી વિસાવદરની અંદર જવું આના ઉપરથી એવું જ લાગી રહ્યું છે. આવું અમે નથી કહી રહ્યા આવું સોશિયલ મીડિયાની અંદર યુઝર્સોએ કિરીટ પટેલને લઈને ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક લોકોએ તો નકશો પણ જાહેર કરી દીધો છે.
આ પણ વાંચો – Visavadar: કિરીટ પટેલના નિવેદન પર ઈટાલિયાનો સણસણતો જવાબ